________________
* પૂ. કનકસૂરિજી, પૂ. દેવેન્દ્રસૂરિજી વગેરે તથા પૂ. પ્રેમસૂરિજી જેવાની અમને નિશ્રા મળી, તે અમારું અહોભાગ્ય. પૂ. દેવેન્દ્રસૂરિજી પછી અમને પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મ.ની નિશ્રા મળી.
ઘણા તો જુદા થવા જ ચેલાઓ શોધતા હોય. સમુદાય અને ગીતાર્થ-નિશ્રા સંયમ માટે ખૂબ જ ઉપકારી છે. વૃદ્ધ પુરુષ તો એ માટે ખૂબ જ ઉપકારી છે.
* પૂ. કનકસૂરિજી મ. દેખાવમાં સાદા લાગે, પણ જ્યારે શાસ્ત્રોના પદાર્થો કહે, ત્યારે ભલભલા છક્ક થઇ જાય. એમનું મૌન, એમની અલ્પ વાણી સૌને પોતાના બનાવી લે તેવા હતા. આણંદજી પંડિતજી ઘણીવાર એમની પાસે આવતા ને કલાકો સુધી બોલતા. ભલભલા એમની વાણીથી પ્રભાવિત થઇ જતા, પણ પૂ. કનકસૂરિજી તેમનાથી જરાય પ્રભાવિત થયા વિના માત્ર એક જ વાક્યમાં જવાબ આપી દેતા : ‘અમે પૂ. બાપજી મ.ને અનુસરીએ છીએ.
,,
પેલા પંડિતજી સહિત અમે સૌ પૂજ્યશ્રીનો સંક્ષિપ્ત ઉત્તર સાંભળી સ્તબ્ધ થઈ જતા.
* આચાર્ય ભગવંત ભવ્યોને દેશ-કાલ પ્રમાણે દેશના આપે. એ પણ શાસ્ત્ર-અવિરુદ્ધ અને સાપેક્ષ હોય.
આચાર્ય ભગવંત સદા અપ્રમત્ત હોય, વચનસિદ્ધ હોય. * આચાર્ય ભગવંત ગણપતિ, મુનિપતિ કહેવાય.
આચાર્ય ભગવંત ચિદાનંદ રસાસ્વાદનું સદા પાન કરે. તેથી પરભાવથી નિષ્કામ રહે
ચિદાનંદ રસાસ્વાદ વિના પરભાવનો રસ કદી છૂટતો નથી. ‘ભઈ મગનતા તુમ ગુણ રસ કી, કુણ કંચન કુણ દારા ?’
ભગવાનમાં મગ્નતા અનુભવનારને શું સોનું ? શું સ્ત્રી ? આવો ચિદાનંદ રસાસ્વાદ પૂ. આચાર્ય ભગવંત એકલા ન ભોગવે, બીજાને પણ આમંત્રે.
કેરીની જેમ આ રસાસ્વાદની બાધા નથી લીધી ને ?
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૧૩૫