________________
શિષ્યના ગુણનો કહ્યો.
| વિનયથી આદર વધે, ચિત્તમાં નિર્મળતા વધે. આના કારણે બીજાના ગુણો આપણને દેખાય.
આચાર્યના ગુણો એટલે બતાવ્યા : શિષ્યને ખબર પડે : મારે કેવા ગુરુ બનાવવા.
શિષ્યના ગુણો એટલે બતાવ્યા જેથી એને કેવું જીવન જીવવું તેનો ખ્યાલ આવે.
ગુરુ બન્યા હોઈએ તેથી કાંઇ શિષ્ય મટી જતા નથી. સાચો શિષ્ય જ ગુરુ બને છે, એવું આ ગ્રન્થ સમજાવે છે.
જ્ઞાન નથી શીખવાનું, વિનય શીખવાનો છે, એવી સમજણ આ ગ્રન્થકાર આપે છે.
આ વાત સમજાવવા વિનય-નિગ્રહ' નામે ચોથો અધિકાર બતાવ્યો. વિનય અને ભક્તિમાં કોઈ ફરક નથી.
વિનય અને સમ્ય દર્શનમાં કોઈ ફરક નથી. માટે જ સમ્યદર્શનનું વર્ણન અલગ નથી કર્યું. વિનય આવ્યો તો સમ્યમ્ દર્શન આવી જ ગયું, સમજી લો. અવિનય આવ્યો એટલે મિથ્યાત્વ આવી જ ગયું સમજી લો. ગોશાલક, જમાલિ વગેરેમાં અવિનય અને મિથ્યાત્વ સાથે જ આવ્યા છે. ગુરુકુળવાસ તમે છોડ્યો એટલે વિનય છોડ્યો. સમ્યગ્દર્શન છોડયું, મિથ્યાત્વ સ્વીકાર્યું. ચાલુ સ્ટીમરે તેને છોડી દેનાર માટે દરિયામાં ડૂબવા સિવાય કાંઇ બચે નહિ, તેમ ગુરુકુળવાસને છોડી દેનાર માટે સંસારમાં ડૂબવા સિવાય કાંઇ બચે નહિ.
વિનયથી જ સાચું જ્ઞાન આવે, તે જણાવવા પછી પાંચમો જ્ઞાન અધિકાર મૂક્યો.
જ્ઞાન દીવો છે. તમારા હૃદયમાં એ જલતો હશે તો બીજા હજારો દીવાઓને જલાવી શકશે. તમે બીજા હજારો દીવાઓને પ્રગટાવશો ને ? વધુ નહિ તો કમ સે કમ એક દીવો પ્રગટાવજો. - તમને જે મળ્યું છે તે છુટથી બીજાને આપજો.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૪૦