________________
પણ બી ન વાવે તો કાંઈ ન મેળવે તેમ સાધક બીજું બધું કરે પણ પ્રભુ-બહુમાન ન કેળવે તો કાંઈ ન મેળવી શકે.
મહો. યશોવિજયજી જેવા કહે છે : ‘પ્રભુ-પદ વળગ્યા તે રહ્યા તાજા;
અળગા અંગ ન સાજા રે....’’
“તુમ ત્યારે તબ સબ હી ન્યારા...'
આવા બધા ઉદ્ગારો ડગલે ને પગલે તમને જોવા મળશે. હૃદયમાં પ્રભુ પ્રત્યે પૂર્ણ બહુમાન વિના આવા ઉદ્ગારો નીકળી ન શકે.
ઉપા. યશોવિજયજી મ. જેવાના ચિત્તમાં ભગવાન વસે છે. તમારા હૃદયમાં કોણ વસે છે ? કદીક આત્મ-નિરીક્ષણ કરો. “ચિત્ત કૌન રમે ? ચિત્ત કૌન રમે ?
મલ્લિનાથ વિના ચિત્ત કૌન રમે...?''
કવિના આ ઉદ્ગારો આપણા હૃદયના બને, એવી આપણી સાધના કેમ ન બને ?
આટલું સહન નહિ કરો ?
સેવાભાવી માણસનો ગુસ્સો તમે સહન કરો છો. કમાઉ દીકરાનો રોફ સહન કરો છો.
દૂઝણી ગાયની લાત સહન કરો છો.
દર્દ દૂર કરતી દવાની કડવાશ સહન કરો છો.
તો ભાવિમાં અનંત લાભ આપનાર
તપ આદિ ધર્મનું થોડું કષ્ટ સહન નહિ કરો ? થોડા કડવા વેણ સહન નહિ કરો ?
૩૬૬ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ