________________
ન શકો તે હીરાનું જ્ઞાન, જ્ઞાન જ નથી. જે જ્ઞાનથી દોષ-નિવૃત્તિ અને ગુણમાં-પ્રવૃત્તિ ન થાય તે જ્ઞાન જ ન કહેવાય.
એ આંખ શા કામની જે હોવા છતાં પગ ખાડામાં પડે કે કાંટામાં પડે ?
જ્ઞાનનું ફળ આત્માનુભૂતિ. આત્માનુભૂતિનું ફળ મોક્ષ છે. દોષ અને ગુણ બને જ્ઞાનથી જણાય. કાંટા અને ફૂલ બને આંખથી જણાય. પણ આંખ જોયા પછી ઉદાસીન નથી રહેતી. કાંટાથી દૂર રહે છે. ફૂલને સ્વીકારે છે. આપણું જ્ઞાન આવું ખરું ?
બીજાના નહિ, આપણા દોષો જોવાના છે. પોતાના નહિ, પણ બીજાના ગુણો જેવાના છે, પણ આપણે ઉછું કરીએ છીએ. બીજાને જોવા માટે આપણી પાસે હજાર આંખ છે, પણ પોતાને જોવા માટે એક પણ આંખ નથી.
ઘરમાં સાપનું દર દેખાય તો કોઈ તેને કાઢ્યા વિના રહે ? દોષો જ દર છે. આપણને દેખાય છતાં ન કાઢીએ તો શું સમજવું ? ભગવાને સર્વ જીવો સાથે મૈત્રી કરવાનું કહ્યું. આપણે દોષો સાથે મૈત્રી કરી બેઠા ! | દોષો સામે યુદ્ધે ચડવું જ પડશે. આજ સુધી મોહરાજાએ સામેથી કોઈને આત્માનો ખજાનો આપ્યો હોય તેવું બન્યું નથી. જેઓ અંગે ચડ્યા, તેઓ જ જીત્યા છે.
* ભગવાનના ગુણો અનંતાનંત છે, એમ સમજીને ચકિત થવાની જરૂર નથી. આપણી અંદર પણ અનંતાનંત ગુણો પડેલા જ છે. માત્ર ઢંકાયેલા છે, એટલો જ ફરક.
જ્ઞાન-દર્શન અનંત છે, વળી તુજ ચરણ અનંત; એમ દાનાદિ અનંત ક્ષાયિકભાવે થયા, ગુણ અનંતાનંત. આવિરભાવથી તુજ સયલગુણ માહરે, પ્રચ્છન્નભાવથી જોય...''
– પદ્મવિજય. “ભગવન્! મારા પણ એ ગુણો પ્રગટ હો” એમ ભગવાનને પ્રાર્થો.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૮૩