________________
જ્ઞાનના આઠ આચારોમાં સૂત્ર, અર્થ અને તદુભય સૌથી છેલ્લે મૂક્યા, પણ કાલ, વિનય, બહુમાન, ઉપધાન અને અનિદ્ભવ પ્રથમ મૂક્યા. કારણ કે કાલાદિ પાંચેય જુદા-જુદા દૃષ્ટિકોણથી વિનયને જ જણાવે છે. કાલે જ ભણવું, અકાળે નહિ ભણવું, એ શ્રુતનો વિનય જ છે. બાકીના ૪માં તો વિનય સ્પષ્ટ દેખાય જ છે.
* નિશીથ ચૂર્ણિમાં કહ્યું છે : જ્ઞાનનો આઠમો આચાર તિદુભય] ચારિત્રરૂપ છે. એટલે કે જેવું જાણ્યું તેવું જીવવાનું છે. આને જ પ્રત્યાખ્યાન પરિજ્ઞા કહેવાય. જ્ઞપરિજ્ઞા દ્વારા જાણવાનું છે. પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વારા જીવનમાં ઊતારવાનું છે. તે ધન્ય છે જેમણે જ્ઞાનને જીવનમાં ઊતાર્યું છે, એમ અહીં ગ્રંથકાર કહે છે.
* જ્ઞાન વગેરે બધું જ છોડીને એકલા વિનયને જ વળગી રહેનારાને જૈનશાસન પાખંડી કહે છે. ૩૬૩ પાખંડીઓમાં વિનયવાદીઓ પણ હતા. તેઓ બધાનો વિનય કરતા હતા; કૂતરાકાગડા વગેરે દરેકનો.
વિનય દ્વારા જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરવાના છે.
વિનય નિઃસ્પૃહપણે કરવો જોઇએ. એમાં કામના ભળે તો દૂષિત બને. વિનયરને વિનય ઘણો કર્યો, પણ અંદર સ્પૃહા હતી, દિંભ હતો. આથી જ એ અનંતાનુબંધી માયા સ્વરૂપ બન્યો.
* એક સુવાક્ય પણ હું ન વાંચુ તો આજે પણ મન આડાઅવળા પાટે ચડી જાય. રોજ-રોજ ભોજનની જરૂર પડે તેમ રોજરોજ અભિનવ જ્ઞાનની જરૂર પડે. આપણી બુદ્ધિ ઘણી કમજોર છે. ભણેલું, શીખેલું સતત ભૂલતા રહીએ છીએ. માટે જ જ્ઞાન માટે સતત પુરુષાર્થ કરતા રહેવાનો છે જ્ઞાનાવરણીય કર્મ ધ્રુવોદયી, ધ્રુવબંધી અને ધ્રુવસત્તાવાળું છે. આપણે ન ભણીએ ત્યારે પણ સતત જ્ઞાનાવરણીયનું બંધન ચાલુ જ છે. આપણે ઊંઘી જઇએ, પણ જ્ઞાનાવરણીય નથી ઊંઘતું !
* જ્ઞાનથી જ નવતત્ત્વો જાણી શકાય. માટે જ જ્ઞાન ચારિત્રનો હેતુ બની શકે. જ્ઞાનસારમાં કહ્યું છે : જે જ્ઞાનથી હીરા અને પત્થરને જાણી
૮૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ