________________
એક વખતે વિહારમાં અમે સાંજે સમયસર પહોંચી ગયા, પણ શ્રાવકોએ કહ્યું : બધા આવી ગયા છે ને ? કોઇ બાકી નથી ને ? . કેટલાક સમય પહેલાં એક વખતે પાછળ રહી ગયેલા મહાત્માને કોઇ હિંસક પ્રાણી ખાઈ ગયેલું.
દ્રવ્ય માર્ગમાં પાછળ રહેનારની પણ આવી હાલત થતી હોય તો ભાવ માર્ગમાં પાછળ રહે તેની શી હાલત થાય ? તે તમે વિચારી લેજો.
* ભગવાનનું બહુમાન એ સર્વ સાધનાનો પાયો છે. ભગવાનના બહુમાનથી જ આપણી અંદર રહેલા દોષો દેખાય. એ દોષોની નિંદા અને ગહ કરવાનું મન થાય. બીજાના સુકૃતોની અનુમોદના કરવાનું મન થાય.
આ ત્રણ પદાર્થ આત્મસાત્ થઈ ગયા તો મુક્તિ-માર્ગ ખુલ્લો થઈ ગયો, એમ જાણજો.
* વેપારીઓને સંતોષ નથી : રોજ નવું નવું કમાવાનું ! ધન વાપરતા જવાનું !
અહીં ગુણ એ ધન છે. એને વધારતા જવાનું છે. પણ આપણે તો માની બેઠા : દીક્ષા લીધી એટલે વાત પૂરી ! બધું મળી ગયું. - દીક્ષા એટલે સાધનાની પૂર્ણાહુતિ નહિ, પણ સાધનાનો પ્રારંભ - એ વાત જ ભૂલાઈ ગઈ. ગુણોની હજુ કોઈ જરૂર છે, એ વાત જ મગજમાંથી નીકળી ગઈ.
ગૃહસ્થને ધનનો લોભ દોષ છે. પણ સાધુને જો ગુણમાં સંતોષ રહે તો દોષ છે.
ધનનો લોભ ડૂબાડે. ગુણનો લોભ તારે. ધનનો લોભ ભૂંડો છે. ગુણોનો લોભ રૂડો છે.
૩૯૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ