________________
પાલીતાણા
જેઠ વદ-૫ ૨૨-૬-૨૦૦૦, ગુરુવાર
धन्ना निच्चमरागा जिणवयणरया नियत्तियकसाया । निस्संग निम्ममत्ता विहरंति जहिच्छिया साहू ॥१४७॥
* પ્રભુએ કહ્યું છે તે પ્રમાણે શ્રદ્ધાપૂર્વક જ્ઞાન મેળવી સાધના કરીએ તો આપણી અંદર છૂપાયેલા પ્રભુ પ્રગટ થાય જ.
* પ્રભુના આપણા પર અનંત ઉપકાર છે. ભક્તને તો ચારે બાજુ પ્રભુના ઉપકારની હેલી વરસી રહી હોય તેમ દેખાય છે. જ્યાં
જ્યાં ગુણ છે, પુણ્ય છે, સુખ છે, શુભ છે, પરોપકાર છે, ત્યાં ત્યાં પ્રભુનો જ પ્રભાવ છે. ચારે બાજુ એની વર્ષા થઈ રહી છે. માત્ર એ જોવા તમારી પાસે આંખ જોઈએ, ભક્તની આંખ જોઈએ.
ભક્તની આંખ લઈને જગત જોશો પ્રભુના ઉપકારોની હેલી વરસતી દેખાશે. પછી યશોવિજ્યજીની જેમ તમે પણ ગાઈ ઊઠશો
પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન માય રે...” પ્રભુના ઉપકારોથી, ગુણોથી મન એવું ભરાઈ જશે કે એક અવગુણ પણ દેખાશે નહિ.
ભૌતિક દેહને જન્મ આપનાર માતાનો પણ ઉપકાર માનવાનો છે. ઠાણંગ સૂત્રમાં ત્યાં સુધી લખ્યું છે : તમે ગમે તેટલી માતા
કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ જ ૩૯૧