________________
પિતાની સેવા કરો તો પણ તેનો ઉપકાર વાળી શકો નહિ. દુષ્પતિકાર છે માતા-પિતા. હા, જો તમે તેમને ધર્મ-માર્ગે વાળો તો કંઈક અંશે પ્રત્યુપકાર કરી શકો.
ભૌતિક દેહને પેદા કરનાર માતા-પિતાનો આટલો ઉપકાર માનવાનો હોય તો ગુણ દેહને, અધ્યાત્મ દેહને જન્મ આપનાર ગુરુ અને ભગવાનનો ઉપકાર કેટલો માનવો ? ભૌતિકતા કરતાં આધ્યાત્મિકતા ચડિયાતી છે.
* ભગવાન અને ગુરુ, ઉપકાર બુદ્ધિએ આપણને કંઈક આપવા માંગે છે, પણ ઉપમિતિના પેલા ભિખારીની જેમ આપણે દૂર ભાગીએ છીએ.
ભૂખ્યાને જિમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી...”
* અહીં હું જે કાંઈ બોલું તે ગોઠવીને નથી બોલતો. કાંઈ વિચારીને નથી આવતો. છતાં તમને આમાંથી કોઈ સુવાક્યો મળી જતા હોય એ સુવાક્યો તમારી સાધનાને અનુકૂળ જણાતા હોય તો ગ્રહણ કરી લેજો. ભગવાને જ મને માધ્યમ બનાવીને એ સુવાક્યો તમારી પાસે મોકલ્યા છે, એમ માનીને ગ્રહણ કરી લેજો. ભગવાન અનેક રૂપે આપણી પાસે આવે છે. ક્યારેક નામરૂપે, ક્યારેક મૂર્તિરૂપે તો ક્યારેક સુવાક્યો રૂપે પણ આવે છે. જે સ્વરૂપે ભગવાન આવે, તેને સ્વીકારી લેજો. ભગવાનનો આ પ્રસાદ મસ્તકે ચડાવજો. પ્રમાદમાં પડ્યા રહેશો, અવસર જવા દેશો તો આ તક ફરીથી નહિ આવે.
* “પરની અપેક્ષા રહેશે ત્યાં સુધી દુઃખ રહેવાનું આવું છું જ્યારે કહ્યું ત્યારે તમારા મનમાં કદાચ એમ પણ થાય : ભગવાનની અપેક્ષા પણ પરની જ અપેક્ષા છે ને ? પણ યાદ રહે : અહીં પર”થી પર પુગલ લેવાના છે, પ્રભુને નહિ, કારણ કે પ્રભુ “પર” નથી, આપણી જ પરમ ચેતનાનો આવિષ્કાર છે.
* ઘણીવાર કૂતરાઓને પરસ્પર લડતા જોઈને મને વિચાર આવે : આવું કેમ ? કારણ વિના જ આખો દિવસ આમ કેમ લડતા રહેતા હશે ? નક્કી પૂર્વ જન્મમાં ઈર્ષ્યાળુ હશે, ઝગડાખોર હશે. કર્મસત્તાએ એમને કૂતરા બનાવ્યા હશે. યાદ રાખો : ઝગડા કરતા રહેશો, પરસ્પર ઈર્ષ્યા કરતા રહેશો
૩૯૨ માં કહ્યું, કલાપૂર્ણસૂરિએ