SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ તો કૂતરા બનવું પડશે. કૂતરા ઇર્ષ્યાનું પ્રતીક છે. જે અહીં હૃદયથી કૂતરો બને છે તે આગામી જન્મમાં કૂતરો બને છે. કર્મસત્તાની સીધી વાત છે ઃ જે ગમતું હોય તે આપું. તમને ઈર્ષ્યા-ઝગડા ગમે છે, તો એવા જન્મ આપું જ્યાં ઈર્ષ્યા-ઝઘડા સ્વાભાવિક જ હોય. મળે. આપણને હંમેશા ગમતું જ મળ્યું છે. વિષય-કષાયો ગમશે તો વિષય-કષાય મળશે. વિષય-કષાયોથી રહિત અવસ્થા ગમશે તો તે મળશે. ગમે તે મોક્ષ નથી મળ્યો કારણ કે એ કદી ગમ્યો નથી. સંસાર મળતો રહ્યો છે. કારણ કે એ જ ગમતો રહ્યો છે. આવો જન્મ પામીને કૂતરા બનીશું ? ફરીથી આવો અવસર ક્યારે આવશે ? હમણાં ભગવતી સૂત્રમાં ગાંગેય પ્રકરણ ચાલે છે, જેમાં ભાંગાઓની જાળ છે. એમાંથી જીવો કઈ-કઈ રીતે કેટ-કેટલા ભાંગે નરક વગેરે ગતિમાં જાય તે બતાવ્યું છે. જો આપણે અહીં ઈર્ષ્યાઝગડા કરતા રહીએ તો આ જન્મ ખોઈ બેસીશું, સંસારમાં દીર્ઘકાળ સુધી રખડ્યા કરીશું. * તમને કયા ગુણની ખામી લાગે છે ? જે ગુણની ખામી તમને લાગે છે, એ ગુણ બીજે તમને ક્યાં દેખાય છે ? જે જગ્યાએ દેખાતો હોય તે જોઈને રાજી થાવ, હૃદયથી નાચી ઊઠો. એ ગુણ તમારામાં આવશે જ. જે ગુણને જોઈને તમે રાજી થાવ છો, એ ગુણને આવવા માટે તમે તમારા હૃદયના દ્વાર ખુલ્લા મૂકો છો. બીજા શબ્દોમાં કહું તો ગુણોને જોઈને રાજી થવું એટલે તેમને આમંત્રણ-પત્રિકા લખવી. આને જ શાસ્ત્રકારોએ અનુમોદના કહી છે. અનુમોદના વધતી જશે તેમ તેમ તે ગુણ મજબૂત બનતો જશે. એવો મજબૂત બનશે કે ભવાંતરમાં પણ નહિ જાય. કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૩૯૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy