SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ * ઔદયિક ભાવમાં જીવીએ છીએ. તેમાંથી આપણે ક્ષાયોપથમિક ભાવમાં આવવાનું છે. અંતે ક્ષાયિકભાવમાં ઠરવાનું * વિનીત વિનયની સાથે સ્વાધ્યાય પણ કરે. પણ વૃદ્ધાદિની સેવાની ઉપેક્ષા સ્વાધ્યાયના નામે ન કરે. * પૂ. પંન્યાસજી મ. કહેતા : સાગરજી મ. પાસે બીજા સમુદાયના સાધ્વીજીએ દીક્ષા માટે ઉપધિની માંગણી કરેલી. સાગરજી મહારાજે તરત જ આપેલી. એ કાળમાં પરોપકાર વગેરે ગુણો સ્વાભાવિક હતા. આપણો જન્મ જ એવા કાળમાં થયો છે કે પરોપકાર બુદ્ધિ ઓછી રહે, એમ માનીને બેસી નથી રહેવાનું, પણ એ ગુણ કેળવવા ખૂબ જ પ્રયત્ન કરવાનો છે. * સહજમળનું જોર હશે, ત્યાં સુધી કર્મ ઓછા થશે તો પણ ફરી કર્મો વધી જશે. સહજમળ એટલે કર્મ-બંધનની યોગ્યતા ! ઘણા લોકો ધ્યાન-શિબિરમાં જઈને કહે છે : અમારા કર્મો ઓછા થઈ ગયા ! કર્મો ઓછા થાય, પણ સહજમળ ન ઘટે, તો શા કામનું ? ભગવાનની ઉપાસના વિના સહજમળ ન ઘટે. વિનય ન વધે, ભક્તિ ન પ્રગટે તો સમજવું : સહજમાનો હાસ થયો નથી. સહજમળનો હ્રાસ તથાભવ્યતાના પરિપાકથી થાય છે. તે ચારની શરણાગતિથી થાય છે. શરણાગતિ એટલે જ ભક્તિ ! સગુણોની ભેટ ભગવાન દ્વારા જ મળે, એ મારા અનુભવથી હું અધિકારપૂર્વક કહી શકું. ભક્તિ વિના આવેલો વિનય શી રીતે પરખાય ? હું વિનયી છું” આવો ભાવ પણ અહંકારજન્ય છે. ૫૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy