________________
* જિનાલયના ગભારામાં આપણાથી જવાય નહિ. સાધ્વીજીથી તો બિલ્કુલ ન જવાય. આથી પ્રભુની આશાતના થાય. નાનકડી પણ આશાતના આપણને ક્યાંય ભટકાડી દે.
હું પણ પહેલા ગભરામાં જતો’તો પણ મને થયું : મારું જોઈને બીજા શીખશે. ખોટી પરંપરા શરૂ થશે. મેં હવે બંધ કર્યું. હવે મને દૂરથી પણ દર્શન કરતાં ખૂબ જ આનંદ થાય.
બીજા પાપ કદાચ નરકે લઈ જાય, પણ આશાતના તો નિગોદ સુધી લઈ જાય.
નહિ.
દેવ-ગુરુની આશાતના મિથ્યાત્વના ઘરની છે.
મિથ્યાત્વના ઉદય વિના ઘોર આશાતનાની બુદ્ધિ પેદા થાય જ
“ગુરુ તો આવા છે, તેવા છે...’’ એમ સમજીને કદી ગુરુની આશાતના નહિ કરતા.
ગૌતમ સ્વામી જેવા ગુરુ મેળવવા એવું પુણ્ય પણ જોઈએ ને ? હા, તમે ગૌતમસ્વામી જેવા બનશો ત્યારે મહાવીસ્વામી જેવા ગુરુ તમને મળી જ જશે. અત્યારે તમારી યોગ્યતા પ્રમાણે તમને જે ગુરુ મળ્યા છે તેમને વધાવી લો.
હું મારી જ વાત કરું. રાજનાંદગાંવથી નીકળ્યો ત્યાં સુધી મને ખબર ન્હોતી : મારા ગુરુ કોણ હશે ? કેવા હશે ? કોઈ મહાત્માનો પરિચય પણ ન્હોતો. રાજનાંદમાં આવેલા સુખસાગરજી અને રૂપવિજયજીને જાણતો હતો. સુખસાગરજી ખરતરગચ્છીય હતા અને રૂપવિજયજી એકલ વિહારી હતા. તેઓ વલ્લભસૂરિજીના સમુદાયના
હતા. જરા આઝાદ મગજના ખરા.
ઘણી વખત મને વિચાર આવે : કેવો પુણ્યોદય કે મને અનાયાસે આવો સમુદાય મળ્યો. હૃદય ગદ્ગદ્ બની જાય.
ગુરુ કદાચ નબળા હોય તોય શું થઇ ગયું ? અમારા ગુરુ પૂ. કંચનવિજયજીની પ્રકૃતિ કેવી હતી ? તે જૂના મહાત્માઓ જાણતા
હશે ?
યશોવિજયજી, વિનયવિજયજી, હેમચન્દ્રસૂરિજી, હરિભદ્રકહ્યું, કલાપૂર્ણસૂરિએ * કસ