________________
સૂરિજીને કેવા ગુરુ મળેલા હતા ? ગુરુ કરતાં આ ચારેય મહાત્માઓ વધુ ભણેલા હતા. પણ એમણે કદી ગુરુ-ભક્તિમાં ખામી નથી લાવી.
યશોવિજયજી મ. તો પોતાને નયવિજયજીના ચરણ-સેવક તરીકે કેટલાય સ્થળે ઓળખાવીને ગૌરવ લે છે. વિનયવિજયજીએ લોકપ્રકાશમાં ‘મારા ગુરુ કીર્તિવિજયજીનું નામ મારા માટે મંત્રરૂપ છે' એમ લખ્યું છે.
સવાલ એ નથી કે તમારા ગુરુ કેવા છે ? સવાલ એ છે કે તમારા હૃદયમાં સમર્પણભાવ કેવો છે ?
તમારી વિદ્વત્તાથી કે વક્તૃત્વથી આત્મશુદ્ધિ નહિ થાય, મોક્ષ નહિ મળે. ગુરુ કૃપાથી મોક્ષ મળશે.
‘મોક્ષમૂર્ણ ગુરોઃ ભૃપા ।’
* ‘હું કેમ સારો દેખાઉં ?' એવી વૃત્તિમાંથી જ વિભૂષા વૃત્તિનો જન્મ થાય છે. કામળી આમ ઓઢો કે તેમ ઓઢો, શું ફરક પડે છે ?
ફોટો પડાવવો છે ? સાધુ-સાધ્વીને ફોટો પડાવવાની ઈચ્છા જ
ન થાય.
તમારા સંયમથી લોકો આકર્ષાશે, તમારી સારી કામળી કે સારા ચશ્માથી નહિ.
* તમે ના પાડશો તો લોકો સામેથી આવીને કહેશે : મને કામ આપો. કામ માટે લોકોને પકડશો તો લોકો દૂર ભાગશે. ખરા હૃદયથી નિઃસ્પૃહતા સ્વીકારો પછી ચમત્કાર જોજો.
વિ.સં.૨૦૧૬માં આધોઈ ચાતુર્માસમાં કોઇ શ્રાવક સારી વસ્તુ લઈને આવે તો પૂ. કનકસૂરિજી તે શ્રાવકને ૨વાનો જ કરી દેતા. રખેને આ બે બાલમુનિ [પૂ. કલાપ્રભ વિ. કલ્પતરુ વિ.]ની નજર પડી જાય ને વસ્તુ લઈ લે. આ તેમનો વિચાર હતો.
* મોટી કંપનીમાં દરેકને અલગ-અલગ કાર્યો સોંપાયેલા હોય છે, તેમ ભગવાને આપણને [સાધુ-સાધ્વીજીઓને] ૧૦ કાર્ય સોંપ્યા છે.
૩૨૮ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ