________________
(૪) (૫) (દ)
પાંચ મહાવ્રતો લઈ લીધા પછી અહીં શું કરવાનું ? સ્વાધ્યાય વગેરે તો ખરો જ, પણ તે સિવાય જીવનમાં શું ? આ રહી ભગવાનની દસ આજ્ઞાઓ. (૧) ક્રોધ નહિ કરતા. [ક્ષા]િ (૨) નમ્ર બનીને રહેજો. [માર્દવ] (૩) સરળ બનજો. [આર્જવી
સંતોષી બનજો. [મુક્તિ ] તપસ્વી બનો. [૫] સંયમી બનજો. [સંયમ]
સત્યનિષ્ઠ બનશે. [સત્ય] (૮) પવિત્ર બનશે. [શૌચ]. (૯) ફક્કડ બનો . [અકિંચન] (૧૦) બ્રહ્મચારી બનજો. [બ્રહ્મચર્ય) આ જ દસ પ્રકારનો યતિધર્મ છે.
* ગૃહસ્થ જીવન છોડીને અહીં આવ્યા. અહીં આવ્યા પછી પણ વસ્તુઓનો સંગ્રહ કરવા માંડીએ તો ?
એક મહાત્માના કાળધર્મ પછી એમના બોક્ષોમાંથી અનેકાનેક વસ્તુઓ નીકળી. ૪૦ તો ફક્ત ચશ્માની ફ્રેમો નીકળી.
આ પરિગ્રહ સંજ્ઞાના તોફાન છે. ઉપયોગી થશે કે નહિ ? તેનો વિચાર કર્યા વિના એકઠું કર્યા કરો તેનો મતલબ શું ?
* અહીં એક એવા મહાત્મા [પં.ચન્દ્રશેખર વિ.ના શિષ્ય મુનિ શ્રી ધર્મરક્ષિતવિજયજી] બેઠેલા છે, જેમને ૯૯મી ઓળી પૂર્ણ થઈ ને આજે ૧૦૦મી ઓળી શરૂ થઈ છે. ૧૬ વર્ષના પર્યાયમાં ૧૪ વર્ષ તો આયંબિલમાં ગાળ્યા છે.
૫૦૦ આયંબિલ ચાર વખત કરેલા છે. હમણાં ૧૦૦૮ આયંબિલ ચાલી રહ્યા છે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૩૨૯