________________
* જગતમાં જેટલી ચીજો આનંદ આપનારી છે, તે સૌમાં નવપદ સૌથી શ્રેષ્ઠ છે.
જેઓ પણ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ બન્યા છે. તેઓ તેમના ધ્યાનથી જ બન્યા છે, એ નક્કી માનજે.
અરિહંતો સ્વયં પણ ૨૦ કે ૨૦માંથી કોઈ એકાદ પદની સમાપરિપૂર્વક સાધના કરે છે. આજ સુધી કોઈ એવા અરિહંત બન્યા નથી, જેમણે આવું ધ્યાન ન કર્યું હોય ને અરિહંત બન્યા હોય.
માત્રા અને પરમ માત્રા- ધ્યાન અરિહંત બનાવનાર છે. પરમપદ ધ્યાન પંચપરમેષ્ઠી બનાવનાર છે.
જે ધ્યાનથી અરિહંતપદ મેળવી શકાય, એ ધ્યાન ભગવાને છૂપું નથી રાખ્યું. શાસ્ત્રોમાં બધું બતાવ્યું છે.
ધ્યાનવિચાર ગ્રંથ આ દૃષ્ટિએ અજોડ છે, વાંચવા જેવો છે.
ધ્યાનવિચાર પર લખ્યું - આમ તો લખાય નહિ, પણ આજે લાગે છે : ભગવાને મારી પાસેથી લખાવ્યું.
રાણકપુરના શિલ્પમાં ધ્યાન-વિચારના પ્રાયઃ બધા જ ધ્યાનો કંડારાયેલા છે.
૨૪ માતાઓ સાથે રહેલા બાળક તીર્થંકરની પરસ્પર [માતા અને પુત્રી દષ્ટિ મળી રહેલી છે, તેવા શિલ્પો રાણકપુર, શંખેશ્વર વગેરેમાં છે. ધ્યાનવિચારમાં આ ધ્યાનનું પણ વર્ણન છે.
આવા શિલ્પોથી ઘણી વખત તીર્થોનું રક્ષણ પણ થયું છે.
૧૪ સ્વપ્નના શિલ્પના કારણે કાપરડાજી તીર્થ પૂ. નેમિસૂરિજીએ બચાવી લીધું. જૈનેતરોએ એના પર પોતાનો દાવો કરેલો. ૧૪ સ્વપ્ન તો જૈનદર્શન સિવાય બીજે હોય નહિ. આ દલીલથી જૈનેતરોના હાથ હેઠા પડ્યા. | * પુષ્પરાવર્ત મેઘ એકવાર વરસે, પછી વર્ષો સુધી જમીનમાંથી પાક આવ્યા કરે. તેમ તીર્થંકરની વાણી હજારો વર્ષો સુધી પ્રભાવશાળી બની રહે. અત્યારે પણ એ વાણી પોતાનો પ્રભાવ વિસ્તારી જ રહી
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧૧૦