SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સાડા અઢાર હજાર વર્ષ સુધી હજુ પ્રભાવ રહેશે. | * ભગવાન પાસે આપણે અનન્ય ભાવથી જઈએ અને પ્રાર્થીએ : ભગવન ! આપ જ સર્વસ્વ છો. માતા, પિતા, બંધુ-બધું જ આપ છો. આપના સિવાય કોઇનો આધાર નથી. તો જ ભગવાન તરફથી આપણને પ્રતિભાવ મળે. આપણે અનન્ય ભાવથી કદી ભગવાનની શરણાગતિ સ્વીકારી નથી. * તીર્થંકરનું સમ્યકત્વ “વરબોધિ' [ભલે એ ક્ષાયોપથમિક હોય] કહેવાય, ચારિત્ર “વરચારિત્ર” કહેવાય. * ક્યાં મારા ભોગ લાગ્યા કે મેં દીક્ષા લીધી ? આના કરતાં ઘરમાં રહ્યો હોત તો !' આવા વિચારો દીક્ષિતોને પણ આવી શકે. આ મોહનું તોફાન છે. આવા તોફાન વખતે ભગવાનને યાદ કરજો. તેઓ કર્ણધાર બનીને આવશે. તમારી જીવન નૈયાને ડૂબવા નહિ દે. “તપ-જ૫ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે; પણ મુજ નવિ ભય હાથો હાથે, તારે તે છે સાથે રે.” * “ભગવાન હાજર નથી.” એવી આપણી માન્યતા જડમૂળથી કાઢવી પડશે. ભગવાન ભલે અહીં નથી, પણ ભગવાનની શક્તિ તો જગતમાં કામ કરી જ રહી છે. સૂર્ય ભલે આકાશમાં છે, પ્રકાશ તો અહીં જ છે ને ? સિદ્ધો ભલે ઉપર છે, પણ એમની કૃપા તો અહીં વરસે છે જ. માત્ર તે અનુભવમાં આવવી જોઈએ. * ભગવાન જગતના સાર્થવાહ છે. સાર્થથી તમે છુટા ન પડો તો મોક્ષ સુધીની જવાબદારી ભગવાનની છે. * જો અત્યારે તમે ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હશો તો ચોક્કસ તમારું મન અરિહંતમય બન્યું હશે. તમારો ઉપયોગ અરિહંતમય બન્યો, એ જ અરિહંતનું ધ્યાન. એક નય તો ત્યાં સુધી કહે છે : અરિહંતના ઉપયોગમાં રહેતો આત્મા જ સ્વયં અરિહંત છે. અરિહંત-પદ ધ્યાતો થકો અહીં અભેદ ધ્યાનની વાત છે, ૧૧૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy