________________
ઢાળો વગેરે સાંભળવા મળી; સાંભળતાં સાંભળતાં જ કંઠસ્થ થઈ ગઈ. આ મારો પુણ્યોદય હતો.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ પંચ પરમેષ્ઠીના નહિ, આપણા જ ગુણો છે. આપણો જ એ ભાવિ પર્યાય છે.
* ૨૫ વર્ષ પહેલા પૂ. પંન્યાસજી મ. પાસે તમારી જેમ નોટ લઈને હું જતો, પણ લખાય નહિ, એટલે લખવું છોડી, ધ્યાનથી સાંભળવા લાગ્યો. સાંભળીને એ પદાર્થો ભાવિત બનાવવા પ્રયત્ન કરતો.
વાણી એની એ હોય, પણ અનુભવથી નીકળેલ શબ્દો અલગ જ અસર ઉપજાવે. પૂ. પંન્યાસજી મ.ની વાણી સાધના-પૂત હતી.
૫. વીરવિજયજીના શબ્દો પણ હૃદયને ઝંકૃત કરે તેવા છે. કારણ કે સાધના દ્વારા નીકળેલા છે. “દોય શિખાનો દીવડો રે....”
કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ બે શિખાનો દીપક સમગ્ર બ્રહ્માંડમાં અજવાળું ફેલાવે છે.” આ કલ્પના કેટલી સુંદર છે ?
કેવલી જ્યારે સમુદ્યાત કરે ત્યારે ૪થા સમયે એમનો આત્મા સર્વ લોવ્યાપી બને. આપણે પણ ત્યારે લોકાકાશમાં જ હતા ને? એમના સ્પર્શથી આપણો આત્મા પવિત્ર બની રહ્યો છે. એવી કલ્પના કેટલી સુંદર લાગે છે ?
આવા સર્વવ્યાપી પ્રભુને પણ ભક્ત પોતાના હૃદયમાં સમાવી શકે છે :
‘લઘુ પણ હું તુમ મન નવિ માવું રે, જગગુરુ તુમને દિલમાં લાવું રે; કુણને દીજે શાબાશી રે, કહો શ્રી સુવિધિ નિણંદ વિમાસી રે.”
– પૂ. યશોવિજયજી. * ભગવાનની વાણીમાં જેને વિશ્વાસ હોય તેને તો આનંદ આવે જ, પણ જેને વિશ્વાસ ન હોય તેને પણ આનંદ આવે, એટલી મધુર હોય, સાંભળનાર ભૂખ-થાક-તરસ બધું જ ભૂલી જાય.
૧૧૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ