________________
* ચારિત્રનો સાર આત્માનુભૂતિ ! આ જ ચારિત્રનો પરમાર્થ છે.
* હું ક્યારેય એક મિનિટ પણ ન બગાડું. વ્હીલચેરમાં પણ સમયનો ઉપયોગ કરતો જ રહ્યું. કારણ કે મારી ઉંમર મોટી છે. સમય બગાડવો મને ન પાલવે.
* હું આનંદઘનજી આદિના સ્તવનો રોજ ક્રમશઃ બોલતો જ રહું છું. શા માટે ? ખૂબ જ ભાવિત બને માટે. ગમે તેટલું મોડું થાય તો પણ ન છોડું. આવી ટેક હોવી જ જોઈએ. તો જ કાંઈક હાથમાં આવે.
નવની દોસ્તી અખંડ છે ! નવનો આંકડો મહા ચમત્કારી છે, અખંડ છે નવને ગમે તે અંકની સાથે ગુણો, એ અખંડ જ રહેશે. દા.ત. ૯ × ૨ = ૧૮ (૧+૮ = ૯), ૯ × ૩ = ૨૭ (૨+૭=૯) કોઈ પણ સંખ્યાનો સરવાળો કરીને તેમાંથી તેટલી રકમ બાદ કરતાં નવનો આંકડો જ આવશે. દા.ત. ૨૩, ૨+૩ = ૫, ૨૩-૫=૧૮, ૧+૮ = ૯. સિદ્ધચક્રમાં નવ પદો છે. નવ લોકાત્તિક દેવ છે. નવ રૈવેયક છે. નવ પુણ્ય છે. નવ વાડો છે. નવ મંગળ છે. નવ નિધાન છે. આવી ઉત્તમ વસ્તુઓ નવ સંખ્યામાં છે. નવની દોસ્તી એટલે સજ્જનની દોસ્તી... જે કદી તૂટે જ નહિ, સદા અખંડ રહે. આઠ (કર્મ)ની દોસ્તી એટલે દુર્જનની દોસ્તી... જે ખંડિત થતી જ જાય. દા. ત. ૮૪૧ = ૮, ૮૪૨=૧૬, ૧+ =૭. ૮૪૩=૨૪, ૨+૪=૪. જુઓ સંખ્યા ઘટતી જાય છે ને ? નવ કહે છે કે તમે નવપદ સાથે દોસ્તી કરો. મારી દોસ્તી અખંડ રહેશે.... ઠેઠ મુક્તિ સુધી અખંડ....!
૯૪ જ કહ્યું
ક્લાપૂર્ણસૂરિએ