________________
નવાગામ, પાલડી.
ચૈત્ર સુદ-૧ ૫-૪-૨૦૦૦, બુધવાર
ગાથા-૭૯ 'नाणेण होइ करणं करणेण नाणं फासियं होइ । दुण्हंपि समाओगे, होइ विसोही चरित्तस्स ॥ * ધર્મનો પ્રવેશ શી રીતે જણાય ?
दुःखितेषु दयाऽत्यन्तमद्वेषो गुणवत्सु च ।
औचित्यं सर्वत्रैवाविशेषतः । દુઃખી પર દયા, ગુણી પર અદ્વેષ, સર્વત્ર ઔચિત્ય આદિ દ્વારા જણાય.
જ્યાં સુધી ચરમાવર્સમાં પ્રવેશ નથી થતો ત્યાં સુધી ધર્મ શબ્દ પણ ગમતો નથી. ચરમાવર્ત પણ ઘણો લાંબો છે. એમાં પણ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ [૭૦ કોડાકોડિ] જ્યારે માત્ર એક જ કોડાકોડિ સાગરોપમાં આવી જાય ત્યારે ધર્મ ગમે. ઘણા જીવો ચરમાવર્તમાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઘણીવાર બાંધે. તેઓ ધર્મ માટે અયોગ્ય છે. કેટલાક જીવો બે જ વાર બાંધે, તેને દ્વિબેંધક કહેવાય. કેટલાક જીવો એક જ વાર બાંધે તેને સકુબંધક કહેવાય. કેટલાક જીવો એકવાર પણ ન બાંધે તેને અપુનબંધક કહેવાય. કેટલાક એનાથી પણ આગળ વધીને ત્રણ કરણ કરીને સમ્યમ્ દર્શન પામે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૫