SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્દગતિ થવાની જ છે. વળી, આયુષ્ય પણ પૂરું થવાની તૈયારી જ ભગવાનની ગતિ સાચે જ અગમ્ય હોય છે. એટલે સમજાયું ને ? મોક્ષમાં વિલંબ આપણા તરફથી થાય છે, ભગવાન તરફથી નહિ. ભગવાનની આજ્ઞા તમે કેવી શીઘ્રતાથી પાળો છો... તેના પર મોક્ષ-પ્રાપ્તિનો આધાર છે. ભગવાનની આજ્ઞા શી છે ? ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ બનાવવું તે ભગવાનની આજ્ઞા છે. “આજ્ઞા તુ નિર્મરું વિત્ત, કર્તવ્ય ટિોપમન્ !' – યોગસાર. કપડાને એકદમ સફેદ બનાવવાની કળા તમને હસ્તગત છે, તેમ મનને એકદમ સફેદ બનાવવાની કળા હસ્તગત કરવી છે ? એ શી રીતે બને ? જ્ઞાન-દર્શનાદિ ગુણોને સદૈવ પોષતા રહો. રાગદ્વેષાદિ ભાવો કાઢતા રહો. આટલું કરશો તો ચિત્ત સ્ફટિક જેવું નિર્મળ બનતું જ જશે. જ્ઞાન-સાબુ, દર્શન-પાણી અને ચારિત્ર- ઘસવાની ક્રિયા છે. રાગ-દ્વેષાદિ મેલું પાણી છે, જે સફાઈ કરતાં નીકળી રહ્યું છે. વસ્ત્રો એકવાર ધોવાયા પછી ફરી મેલાં થાય છે. આપણું મન ફરી મેલું ન બને તે જોવાનું છે. મેલું થઈ જાય તો ફરી સફાઈ કરવાની છે. ગધેડો નાહીને ફરી ધૂળમાં આળોટે તેમ નહિ કરતા. * જ્ઞાનનું ફળ સમતા છે. સમતાના આધારે સાધના જણાય છે. ચારિત્રનું નામ સામાયિક [સમતા છે. एतावत्येव तस्याज्ञा, कर्मद्रुमकुठारिका । समस्त-द्वादशांगार्था, सारभूताऽतिदुर्लभा ॥ – યોગસાર સમતાની પ્રતિજ્ઞા લઈને પણ જો આપણે તેને અભરાઈએ ચડાવી દઇએ તો ? વારંવાર વિષમતામાં આળોટતા રહીએ તો ? કહ્યું કલાપૂર્ણસૂરિએ ૯૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy