________________
કરવામાં આવે.
૭૭મો આ શ્લોક પકડવા જેવો છે; જો હૃદયથી ગમતો હોય.
* મેં સુરેન્દ્રનગરમાં વિશેષાવશ્યક ભાષ્ય શરૂ કર્યું. વઢવાણમાં ૫. અમુલખભાઈ પાસે પૂરું કર્યું. ' વિશેષાવશ્યક ભાષ્ય અને આવશ્યક નિર્યુક્તિ આગમોનો સાર છે. નંદીસૂત્ર અને અનુયોગદ્વાર આગમોની ચાવી છે, પણ કઈ ચાવી ક્યાં લગાડવી ? તે ગુરુદેવના હાથમાં છે.
* જે ગૃપનો વડીલ વિનીત નહિ હોય તે પોતાના શિષ્યો વિનીત બને તેવી આશા રાખી શકે નહિ.
આજના આચાર્ય, ગઈકાલના વિનીત શિષ્ય હતા.
* પદવી માંગીને ન મળે, ગુરુકૃપાથી મળે. તમે સાચા શિષ્ય બનો એટલે સ્વયં સાચા ગુરુ બનશો. ઘણા એવા પણ હોય છે, જેઓ જાતે પદવી મેળવી લે છે. આ અવિનયની પરાકાષ્ઠા છે. | * ફળ ન લાગે તે જ્ઞાન વાંઝિયું કહેવાય. માટે જ અહીં લખે છે : “જે જ્ઞાન છે તે જ ચારિત્ર છે. ચારિત્ર જ પ્રવચનનો સાર છે, પ્રવચનનો પરમાર્થ છે, પરમ સાર છે.
* અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ [અસિઆઉસા] નમસ્કરણીય છે. એને તમે નમસ્કાર કર્યો એટલે તમારામાં વિનય આવ્યો. એ વિનય જ આગળ જતાં જ્ઞાન અને ચારિત્રમાં રૂપાંતર પામે.
| * ભગવાનના દરબારમાં મારા-તારાનો કોઈ ભેદ નથી. બધાને ભગવાન પૂર્ણરૂપે જુએ છે. જે ભાવથી એમની આજ્ઞા માને તેનું ભગવાન કલ્યાણ કરે જ. જમાલિ આશ્રિત હતો છતાં તેની ઉપેક્ષા કરી. દઢપ્રહારી આદિ હિંસક હતા છતાં તેમને તાર્યા.
ગોશાળાની તેજલેશ્યાથી ભગવાને સુનક્ષત્ર, સર્વાનુભૂતિને ન બચાવ્યા, ગોશાળાને વેશ્યાયન તાપથી બચાવેલો. શા માટે ? આવા પ્રસંગો કહે છે : ભગવાનને ત્યાં મારા-તારાનો કોઈ ભેદ નથી.
ભગવાન કેવળજ્ઞાનથી જાણતા હતા : ગુરુ બહુમાનથી બન્નેની
૯૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ