SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા જેઠ સુદ-૧૫ ૧૬-૬-૨૦૦૦, શુક્રવાર * ભગવાનના જ્ઞાનમાં તો એક પદાર્થના અનંત ધર્મો પ્રકાશિત છે, પણ કહેવાય કેટલું ? અનંતા પદાર્થો અનભિલાપ્ય [ ન કહી શકાય તેવા ] છે. અભિલાપ્ય [ કહી શકાય તેવા] પદાર્થોનો પણ અનંતમો ભાગ જ ભગવાન કહી શકે. જે દૃષ્ટિકોણથી શ્રોતાઓનું હિત થતું હોય તે દૃષ્ટિકોણ સામે રાખીને ભગવાન કહે. * અનંતકાળ સુધી પ્રસાદના કારણે જે કર્મ બાંધ્યા, તે કર્મ અપ્રમાદથી હટાવી શકાય છે. એ કર્મ બાંધતાં ભલે અનંતકાળ લાગ્યો હોય, પણ તે માત્ર અન્તર્મુહૂર્તમાં ખપાવી શકાય છે. અપૂર્વકરણ (અપૂર્વ અધ્યવસાયથી અનંતકાળમાં જે કામ ન થયું તે થઈ જાય છે. એટમ બોમ્બની જેમ અપૂર્વકરણ અનંત કર્મોના જથ્થાને એકી સાથે ઊડાવી દે છે. કર્મોને બાંધતાં જેટલો સમય લાગે તેટલો જ સમય તોડતાં પણ લાગે, એવું નથી. મકાન બનાવવું હોય તો વાર લાગે. તોડતાં શી વાર? અહીં કર્મનું મકાન તોડવાનું છે. * ચંદાવિન્ઝય પયન્નાનું નામ તો પફખીસૂત્રમાં ઘણીવાર સાંભળેલું, પણ સાંતલપુરના ભંડારમાં એનું નામ વાંચી હું એ વાંચવા લલચાયો. મેં વાંચ્યું. થોડા જ શ્લોકોમાં ૭ વિભાગોમાં વહેંચાયેલો આ ગ્રંથ જોઈ આનંદ આવ્યો. નાગેશ્વરના સંઘ વખતે [આચાર્ય ૩૫૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy