________________
આવ દોસ્ત ! હું તને હૃદયથી ભેટવા ચાહું છું. તારી આંખોમાં આંખો મિલાવીને તને ઓળખવા માંગું છું.
આમ સાધુ મૃત્યુ માટે સદા તૈયાર જ હોય. સંથારાપોરસી એટલે મૃત્યુની તૈયારી.
દેહનો નાશ છે. મારો ક્યાં નાશ છે ? . દેહ અનિત્ય છે. હું તો નિત્ય છું.
સડણ-પડણ પુગલનું લક્ષણ છે, મારું નહિ. હું તો અક્ષયઅવિનાશી આત્મતત્ત્વ છું. પુદ્ગલોના લક્ષણોથી મારા લક્ષણો તદ્દન ભિન્ન છે.
શરીર સળગે એમાં મારે શું ? શરીર સાધનામાં સહાયક બન્યું એ બરાબર, બાકી શરીર “પર” છે.
શરીર ને છુટી પડશે તો પણ ચિંતા શાની ? મોક્ષ નહિ મળે ત્યાં સુધી શરીર તો ફરી-ફરી મળવાનું જ છે. બસ, એટલી જ અપેક્ષા રહે છે ઃ આ શરીર છુટતું હોય ત્યારે હૃદયમાં પ્રભુનું સ્મરણ હોય, નવકારનું રટણ હોય.
શશિકાન્તભાઈઃ આપની અને અમારી વચ્ચે બહુ છેટું ન પડી જાય.
પૂજ્યશ્રી ઃ આટલા નજીક તો તમે આવી ગયા છો. હજુ પણ નજીક આવો તો કોણ રોકે છે ?
કોણ નજીક કોણ દૂર ? એનો નિર્ણય કોણ કરશે ? સુલતા દૂર હતી તોય નજીક હતી. ગોશાળો નજીક હતો તોય દૂર હતો.
પૂ. પં. ભદ્રંકરવિજયજી મ.ની અંતિમ અવસ્થા હતી. અમે છેલ્લે તેમને પાટણમાં મળ્યા. પૂજ્યશ્રીની તબીયત જોઈ આમ તો રોકાઈ જવાનું જ મન થઈ આવ્યું, પણ બેડાનો [વિ.સં.૨૦૩૬, વૈશાખ] કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો એટલે જવું પડ્યું. બેડાથી વળતી વખતે પ્રથમ માસિક તિથિ પાટણમાં હતી. બીજા બધા ભક્તો રડતા હતા અને કહેતા હતા : હવે શું થશે ? પણ મેં કહ્યું : પૂ. પંન્યાસજી મ. ગયા, એ વાત જ ખોટી છે. એ તો ભક્તોના હૃદયમાં
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જલ