________________
જેવા પણ ભગવાન પાસે પ્રાર્થના કરે છે : “લારુપ-વહિટTH સમદિવરકુત્તમ હિંત '' ““આરોગ્ય-બોધિલાભ અને સમાધિ હે ભગવન્! મને આપો.”
સર્વોત્કૃષ્ટ [‘વર' એટલે સર્વોત્કૃષ્ટ] સમાધિની માંગણી અહીં કરવામાં આવી છે. એનો અર્થ એ થયો કે આ સૂત્ર સમાધિ પ્રદાતા છે. માટે જ પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. આને સમાધિસૂત્ર કહેતા.
સમાધિ મેળવવી હોય તો બોધિ જોઈએ. બોધિ મેળવવી હોય તો આરોગ્ય [ભાવ આરોગ્ય જોઈએ.
ઉત્તરાધ્યયનમાં પ્રશ્ન છે : પ્રભુના કીર્તન આદિથી શું મળે ? જવાબમાં કહે છે : મિથ્યાત્વનો ક્ષય થાય, બોધિનો લાભ થાય, અને સમાધિ મળે.
* નવકાર જો ચૌદ પૂર્વનો સાર છે તો તેમાં રહેલા પંચ પરમેષ્ઠીઓ પણ ચૌદપૂર્વનો સાર છે.
નવકાર એટલે શું? માત્ર અક્ષરો? નહિ, પાંચેય પરમેષ્ઠીઓ જીવતા-જાગતા નવકાર જ છે.
બીજા ચારેય પરમેષ્ઠીઓનું મૂળ અરિહંત છે. માટે જ અરિહંત ૧૪ પૂર્વનો જ નહિ, સમગ્ર બ્રહ્માંડનો સાર છે. - મિથ્યાત્વની મંદતા વિના આ વાતો નથી સમજાતી. ગમે તેટલો ગુણીયલ માણસ હોય, પણ આપણે તેને મોટા ભાગે ગુણીયલ તરીકે સ્વીકારતા નથી, કારણ કે અંદર અહંકાર બેઠો છે, મિથ્યાત્વ બેઠો છે.
આવી વૃત્તિ આપણી જ નહિ, પૂર્વ અવસ્થામાં ગણધરોની પણ હતી.
તેઓ ભગવાન પાસે સમજવા નહિ, નમવા નહિ, પણ ભગવાનને હરાવવા આવ્યા હતા.
ને ભગવાનના દર્શનથી મિથ્યાત્વ ઓગળ્યું. ભગવાનમાં ભગવત્તા દેખાઈ ને પછી તો એવી શક્તિ પ્રગટી કે અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી બનાવી.
૪૩૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ