SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુનો અનુગ્રહ ઊતર્યો ને ગણધરોને આરોગ્ય, બોધિલાભ, સમાધિ આ બધાની પ્રાપ્તિ થઈ. * સિંહ પોતાના સિંહત્વને જ ન ઓળખે ત્યાં સુધી બકરાને શી રીતે ભગાડી શકે ? સિંહ સ્વયં બકરીની જેમ બેં...મેં...કર્યા કરતો હોય તો બકરીઓ શી રીતે ભાગે ? આત્મા પોતાનું પરમ આત્મત્વ નહિ ઓળખે ત્યાં સુધી કર્મો નહિ ભાગે. * હમણા ભગવતીમાં આવ્યું : ઋષભદત્ત અને દેવાનંદાને ભગવાને દીક્ષા આપી. દેવાનંદાને ચંદનબાળાએ દીક્ષા આપી. દેવાનંદાને શું બે વાર દીક્ષા આપી ? એ પ્રશ્ન થાય. ટીકાકારે ખુલાસો કરતાં લખ્યું : દીક્ષા ભગવાને જ આપી, પણ દેવાનંદાને સોંપ્યા સાધ્વી પ્રમુખ ચંદનાને. કારણ કે કપડા કેવી રીતે પહેરવા ? કે ઓઘો કેવી રીતે બાંધવો ? - એ બધું તો સાધ્વીજીએ જ શીખવાડવું પડે ને ? માટે ચંદનબાળાએ પણ દીક્ષા આપી, એમ લખ્યું. | * દેવગિરિમાં જિનાલય બંધાવવા પેથડશાહે કિમિયો કરેલો. ઓંકારપુરમાં મંત્રી હેમડના નામે ત્રણ વર્ષ સુધી ભોજનશાળા ચલાવી. હેમડને ખબર પડતાં સ્તબ્ધ થઈ ગયો : મારા નામને રોશન કરનાર આ પેથડશા કોણ ? કેટલા સજ્જન ? પેથડશાને મળીને તેમડ ગદ્ગદ્ બન્યો ને પછી દેવગિરિમાં હેમડની મદદથી પેથડશાએ જિનાલય બંધાવ્યું. મારે આ પરથી એ કહેવું છે કે – ભોજનશાળા પર નામ છે હેમડનું, પણ આપનાર હતા પેથડશા. અહીં પણ.... આ જૈન પ્રવચનરૂપી ભોજનશાળા છે. ભોજનશાળા પર ભલે મારું નામ લટકતું હોય, પણ આપનાર ભગવાન છે. જુઓ, ગણિમહારાજ [મુક્તિચન્દ્રવિજયજી] અહીં સૌ સાધુસાધ્વીઓને [૧૯ સાધુઓ અને ૯૫ સાધ્વીજીઓને] mગ કરાવે છે. તેઓ શું પોતાના તરફથી કરાવે છે? નહિ, મહાપુરુષો તરફથી કરાવે છે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૩૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy