________________
સાત ખમાસમણામાં શું બોલે છે ?
વમાસમાં હ’ પૂર્વના મહાન ક્ષમાશ્રમણોને હાથે હું તમને આપું છું.
* ભગવાનની સાધુ માટે આજ્ઞા છે : પાંચ પહોર સુધી સ્વાધ્યાય કરવો. સ્વાધ્યાય તો સાધુના પ્રાણ છે. એના વિના કેમ ચાલે ?
જ્ઞાન, દર્શન તો જીવના લક્ષણો છે, એને પુષ્ટ બનાવનારું આ સાધુ જીવન છે. જ્ઞાન છોડી દઈએ તો “જીવ” શી રીતે કહેવાઈએ ? સાચા અર્થમાં જીવ બનવું હોય તો જ્ઞાનમાં વૃદ્ધિ કરો. જ્ઞાન જ એવું લક્ષણ છે, જે તમને જડથી જુદું પાડે છે. આત્માના જ્ઞાનાદિ છ લક્ષણોમાં પહેલું લક્ષણ જ્ઞાન છે.
* તમારા મનમાં થતું હશે : આટલા બધાને શા માટે ભેગા કર્યા ? શું પ્રયોજન ?
હું બધાને અહીં આપવા માગું છું. મળેલું બીજાને આપવું એ જ વિનિયોગ છે. બાકી, જીંદગીનો શો ભરોસો છે ?
અહીંથી સાંભળેલી વાતો હવામાં ન ઊડી જાય તે જોશો. મારો શ્રમ એળે ન જાય તેનો ખ્યાલ તમારે રાખવાનો છે.
મને જે રીતે અન્ય-અન્ય મહાત્માઓએ પક્ષપાત કે ભેદભાવ વિના આપ્યું છે, તે રીતે તમે પણ અન્યને આપતા રહેજો. આપવામાં કંજુસાઈ નહિ કરતા, જેનો વિનિયોગ નહિ કરો તે વસ્તુ તમારી પાસે નહિ ટકે.
જોગમાં અનુજ્ઞાના ખમાસમણ વખતે આ જ બોલવામાં આવે છેઃ “સખ્ખું ઘારિષ્નાહિ, અહિં જ પવન્ગાદિ, ગુરુકુળષ્ટિ વુદ્ધિજ્ઞાહિ नित्थारपारगा होह"
““આ સૂત્રનું સમ્યગૂ ધારણ કરજે, બીજાને આપજો, મહાન ગુણોથી વૃદ્ધિ પામો અને સંસારથી પાર ઊતરજો.”
* ભગવાન પાસે આપણે ચૈત્યવંદન કરીએ છીએ, એના સૂત્રો એટલા ગંભીર અને રહસ્યપૂર્ણ છે કે જગતની તમામ ધ્યાન
૪૩૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ