________________
ચિત્તને નિર્મળ બનાવવાની સાધના આ છે :
જ્ઞાન, દર્શન, ચારિત્રનું પ્રતિદિન સેવન કરો. કષાયોને ક્ષીણ કરતા રહો.
ચિત્ત ઉજ્જવળ બનશે જ. ચિત્ત ઉજ્જવળ બનશે એટલે પ્રભુ હૃદયમાં આવશે જ.
* ભગવાન કેવળજ્ઞાનરૂપે વિશ્વવ્યાપક છે, એમ કલ્પસૂત્રની ટીકામાં [ગણધરવાદમાં] લખ્યું છે.
ભગવાન ગુણોરૂપે આખા વિશ્વમાં ફેલાયેલા છે, એમ માનતુંગસૂરિએ ભક્તામરમાં કહ્યું છે. વિશ્વવ્યાપી આ વિભુ હૃદયમાં વસેલા જ છે, એ ઘટ-ઘટના અન્તર્યામી છે. માત્ર એના તરફ તમારે નજર કરવાની જરૂર છે.
જાણવા લાયક દસ વાતો
એક વાળના અગ્રભાગમાં આકાશાસ્તિકાયની
અસંખ્ય શ્રેણિ. (૨) એક શ્રેણિમાં અસંખ્ય પ્રતર.
એક પ્રતરમાં નિગોદના અસંખ્ય ગોળા (૪) એક ગોળામાં અસંખ્ય શરીર
એક શરીરમાં અનંત જીવ એક જીવમાં અસંખ્ય પ્રદેશ એક પ્રદેશમાં અનંત કાર્મણ વર્ગણા એક વર્ગણામાં અનંત પરમાણુ એક પરમાણુમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શના અનંત
પર્યાયો (૧૦) એક પર્યાયમાં કેવળજ્ઞાનના અનંત પર્યાયો
૩૪૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ