________________
ન બેસાડી શકાય, તેમના પ્રત્યેની ભક્તિથી જ હૃદયમાં બેસાડી શકાય.
શાસ્ત્ર ના કહે છે : મોક્ષમાં ગયેલા ભગવાન પાછા આવતા નથી.
ભક્ત કહે છે : ભગવાન આવે છે.
બને વાત સાચી છે. આત્મ દ્રવ્યરૂપે ભગવાન ભલે નથી આવતા, પણ ઉપયોગરૂપે જરૂર આવે છે.
मुक्तिं गतोऽपीश विशुद्धचित्ते । गुणाधिरोपेण ममाऽसि साक्षात् । भानुर्दवीयानपि दर्पणेऽशु - सङ्गान्न किं द्योतयते गृहान्तः ।।
હે પ્રભુ ...! આપ ભલે મોક્ષમાં ગયા છો, તો પણ નિર્મળ ચિત્તમાં ગુણના આરોપથી આપ મારા માટે સાક્ષાત્ છો. દૂર રહેલો સૂર્ય પણ આરીસામાં સંક્રાન્ત બનીને ઘરને અજવાળે જ છે ને ?
આ પરમાહંત મહારાજા કુમારપાળના ઉદ્ગારો છે.
સૂર્ય ભલે આકાશમાં છે, પ્રકાશ આપણી પાસે છે. ભગવાન ભલે મુક્તિમાં છે. પણ એમની કૃપાનો અનુભવ ભક્તના હૃદયમાં છે.
આવા ઘોર કાળમાં ભગવાન વિના પ્રસન્નતા છે જ ક્યાં ? ભગવાનની કૃપાનો જે અનુભવ ન જ થતો હોય તો ભક્તને જીવવું મુશ્કેલ બની જાય.
ચિત્ત નિર્મળ બનાવો એટલે પ્રભુ તમારામાં પ્રકાશવા તૈયાર છે. પ્રભુની આજ્ઞા શી છે ?
आज्ञा तु निर्मलं चित्तं . कर्तव्यं स्फटिकोपमम् ।
– યોગસાર - ચિત્તને સ્ફટિક જેવું ઉજળું બનાવવું એ જ ભગવાનની આજ્ઞા.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૩૪૦