________________
* કષાયોના કારણે આપણે ઉકળાટમાં આવી જઈએ છીએ. ચિત્તની સ્વસ્થતા ગુમાવી બેસીએ છીએ. બીજાના કષાયો સાથે આપણા કષાયો ટકરાય છે ને પછી ન થવાનું થાય છે. હું કહું છું કે તમારા કષાયોને તમે એવા પાંગળા બનાવી દો કે તે ઊભા જ થઈ શકે નહિ. સામેવાળો ગમે તેટલા ઉગ્ર હુમલા કરે છતાં આપણે કષાયો ઊભા ન થવા દઈએ તો સમજી લેવું : કષાયરૂપી ભૂતડાની ચોટલી હાથમાં આવી ગઈ છે. આપણે કષાયનો નિગ્રહ કર્યો છે.
કષાયરૂપી લુંટારાઓ આપણા કિંમતી અસંક્લિષ્ટ ચિત્ત-રત્નને ચોરી લે છે. એવા લુંટારાઓને શી રીતે આશ્રય અપાય ?
ચિત્તરત્ન અસંક્લિષ્ટ બને તે જ ક્ષણે પ્રભુ આપણામાં પધારે. જળમાં તરંગો શાંત થાય તે જ ક્ષણે જેમ આકાશમાં રહેલો ચન્દ્ર પ્રતિબિંબિત બને. તે વખતે એવો આનંદ આવે છે, એટલો પ્રકાશ, એટલી ઉષ્મા પ્રગટે છે કે ભક્ત કહે છે : ભગવન્...! હવે તમે કદી મારાથી દૂર નહિ થતા.
મન ઘરમાં ધરિયા ઘર શોભા, દેખત નિત્ય રહેશો થિર થોભા...'
પ્રભુ....! આપનાથી જ મારા મનનું ઘર શોભે છે. આપ જાવ છો ને એ વેરાન બને છે. આપ મારા મનની શોભા છો. આપ મારા મનનો આનંદ છો. સર્વસ્વ છો. કૃપા કરીને હવે જતા નહિ.
મન તો બધાનું ચંચળ છે. પણ ધીરે-ધીરે એને પ્રભુમાં સ્થિર બનાવવાનું છે. પ્રભુ પ્રાપ્તિ સિવાય મન કદી સ્થિર નહિ થાય, એટલું લખી રાખો.
ભગવાન ભલે દૂર છે, પણ ભક્તિથી નજીક છે. પતંગ ભલે દૂર છે. પણ, દોરીથી નજીક છે. પતંગરૂપી પ્રભુને પકડી રાખવા હોય તો ભક્તિની દોરી છોડતા નહિ.
દોરી છુટી તો પતંગ ગયો. ભક્તિ છૂટી તો ભગવાન ગયા. સાક્ષાત્ ભગવાનની હાજરીમાં પણ ભગવાનને પકડીને હૃદયમાં
૩૪૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ