________________
શુભ કાર્ય જ નહિ, શુભ વિચાર પણ ભગવાનની કૃપાથી જ આવે છે.
"एकोऽपि शुभो भावो जायते स भगवत्कृपालभ्य एव ।
એક પણ શુભ વિચાર કરવાની તમારી તાકાત નથી; જે તમારા પર ભગવાનની કૃપા ન હોય ! મનમાં શુભ વિચારોની ધારા ચાલી રહી હોય ત્યારે ચોક્કસ માનજો : મારા પર પ્રભુ-કૃપા વરસી રહી છે. * * આપણા મનમાં બન્નેની લડાઈ ચાલે છે, શુભ અને અશુભ બને વિચારો અંદર ઉત્પન્ન થયા કરે છે. જ્યાં આપણી શક્તિ જોડાય તેની જીત થાય છે.
- મોટા ભાગે આપણે અશભને જ શક્તિ આપી છે. પેલા કુરુક્ષેત્રમાં કૌરવો હાર્યા અને પાંડવો જીત્યા હતા. આપણા મનના કુરુક્ષેત્રમાં કૌરવો [અશુભ વિચારો] જીતી રહ્યા છે ને પાંડવો [શુભવિચારો] હારી રહ્યા છે.
અશુભ વિચારોથી અશુભ કર્મ. અશુભ કર્મથી પાપ. પાપથી દુઃખ. આપણા દુઃખનું સર્જન આપણા જ હાથે થઈ રહ્યું છે.
આશ્ચર્ય છે ને ? છતાં આપણે આપણા દુઃખ માટે બીજા પર દોષારોપણ કરીએ છીએ.
આપણે નિયંત્રણ કરવા પ્રયત્ન કરીએ છતાં અશુભ-વિચારો આવી જતા હોય તો શું કરવું? મન હાથમાં ન રહેતું હોય તો શું કરવું ?
શાસ્ત્રકાર ઉપાય બતાવે છે : તરત જ અશુભ વિચારોની ગહ કરો, તેને હડસેલી મૂકો. શાસ્ત્રીય ભાષામાં આને દુષ્કૃત ગહ કહેવાય છે. જે દુષ્કતોની તમે ગહ કરો છો, તે તમારા આત્મામાં ઊંડા મૂળ જમાવી શકતા નથી. ફલતઃ તમારે પાપ અને દુઃખના ભાગી બનવું પડતું નથી.
અશુભ વિચારો બદ્ધમૂળ બની ગયા હોય તો એ તમને અવશ્ય અશુભ કાર્યો તરફ દોરી જાય છે. પછી એનું તમે નિયંત્રણ કરી
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૪૩૫