________________
પાલીતાણા
જેઠ વદ-૧૩ ૨૯-૬-૨૦૦૦, ગુરુવાર
★ न वि मुझंति ससल्ला जह भणियं सव्वभावदंसीहिं । मरणपुणब्भवरहिया, आलोयण निंदणा साहू ॥१५५।। * તીર્થની સેવા વિના કોઈ મુક્તિ પામી શકે નહિ. તીરથ સેવે તે લહે આનંદઘન અવતાર...”
આપણો મોક્ષ નથી થયો. કારણ તીર્થની આરાધના નથી કરી. તીર્થ મળ્યું હશે, પણ આપણે વિરાધના કરી હશે.
મજ્ઞSSાદ્ધ વિરદ્ધિ ૨ શિવાય ર મવાય ” - વીતરાગ સ્તોત્ર.
* ચોવીસેય કલાક કોઈ તમારા ગુરુ બની શકે નહિ. આપણે જ આપણા ગુરુ બનવું પડે.
* ભગવાનની કૃપા વિના શુભ કાર્યો થતા જ નથી. કોઈ પણ શુભ કાર્યમાં ભગવાનની કૃપા જોઈએ જ. ઘણીવાર મનમાં થાયઃ હું આવું બોલી ગયો? મેં આટલું લખ્યું? લખવા ધારેલો ગ્રંથ ખરેખર મેં જ લખ્યો ? કેવી રીતે લખાયો ? કેવી રીતે બોલાયું ? પણ પછી તરત જ ભગવાન અને ભગવાનની કૃપા યાદ આવે અને બધા જ પ્રશ્નોના જવાબ મળી જાય.
૪૩૪ જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ