SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ * અર્ણિકાપુત્રાચાર્ય જેવા પુણ્યશાળી ચરમશરીરીને કેવી અવસ્થામાં કેવળજ્ઞાન મળ્યું ? ત્રિશૂળ પર વીંધાઈ જતી અવસ્થામાં ! આવા પુણ્યશાળીની આવી હાલત ? કર્મને કોઈની શરમ નથી. કર્મનો આવો ઉદય આવશે ત્યારે આપણે સહન કરી શકીશું? કેવળજ્ઞાનીને પણ કર્મ ન છોડે. કેવળી ભગવાન મહાવીર દેવ પર પણ તેજોવેશ્યાનો ઉપસર્ગ આવી શક્તો હોય તો આપણે કઈ વાડીના મૂળા ? માટે જ કર્મના બંધન વખતે સાવધાન થવાનું છે : બંધ સમય ચિત્ત ચેતીયે રે, ઉદયે શો સંતાપ ?” કર્મ-ઉદય વખતે આપણે પરાધીન છીએ, તીર્થંકર પણ પરાધીન છે. તે વખતે ગમે તેટલી ચીસાચીસ કરીએ, કાંઇ નહિ વળે, પણ કર્મ-બંધનમાં આપણે સ્વતંત્ર છીએ. કર્મ કેવા બાંધવા તે તમારા હાથમાં છે. કર્મ કેવા ભોગવવા તે તમારા હાથમાં નથી. આ માનવ-જીવન કર્મને કાપવા માટે છે, વધારવા માટે નહિ. * અનંતા માનવ-જીવન આપણા નકામા ગયા. કારણ કે માનવ જીવન મળ્યા પછી બોધિ મળી નથી. માટે જ ૧૨ ભાવનામાં બોધિ દુર્લભ નામની એક ભાવના મૂકવામાં આવી છે. સાધુપણા પહેલા બોધિની વાત એટલા માટે મૂકી કે બોધિ સહિતનું સાધુપણું જ સફળ બની શકે. બોધિ વગરના સાધુપણાને શું કરવાનું ? એ તો અભવ્યને પણ મળી શકે. * જે વસ્તુનો અનાદર કરશો તે વસ્તુ તમને બીજીવાર નહિ મળે. તપ-ગુણનો અનાદર કરશો તો તપ નહિ કરી શકો. જ્ઞાનનો અનાદર કરશો તો જ્ઞાન નહિ ભણી શકો. એમ બધા જ ગુણોનું સમજી લેવું. ગુણો મળ્યા પછી પણ નમ્ર બનવાનું છે. જો નમ્ર ન બન્યા તો એ ગુણો પણ બીજીવાર નહિ મળવાના. * અહંકાર ખૂબ જ ખતરનાક છે. અહંકાર સ્વ-ઉત્કર્ષ અને પર-અપકર્ષ બે ચીજ શીખવાડે છે. ૧૯૬ છે કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy