________________
પત્થર કે સોનું) પર સમાન ભાવ રાખ્યા વિના સામાયિક પ્રગટતું નથી.
* દોષ કહેનાર તરફ નારાજ નહિ થતા, રાજી થજો. નિંદક તો ઉપકારી છે, જે વગર પૈસે તમારા મેલ ધોઈ આપે છે. પેલો ધોબી તો પૈસા લે છે. તમારી પ્રશંસા કરનારો તો તમારા શુભકર્મનો નાશ કરે છે, પણ નિંદા કરનારો તો અશુભ કર્મનો નાશ કરે છે. બન્નેમાં વધુ ઉપકારી કોણ ?
નિંદા-સ્તુતિમાં સમાનભાવ આવ્યા વિના સામાયિક નહિ આવે. - બીજું આવશ્યક છે : ચઉવિસલ્યો.
ચઉવિસત્યો એટલે ભગવાનના ગુણગાન. ભગવાનના ગુણગાન થઈ શકે માટે તો સાતવાર ચૈત્યવંદનનું વિધાન છે. શ્રાવક માટે પણ પાંચ કે સાત ચૈત્યવંદનનું વિધાન છે.
- ત્રીજું આવશ્યક છે : વાંદણા... ગુરુવંદના. ગુરુને વંદન કરવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે.
વાડી કે ખેતર પાણી વિના હર્યા-ભર્યા ન બને, આપણી જીવનની વાડીમાં પણ જ્ઞાનનું પાણી ન આવે તો તે હર્યું-ભર્યું ન બને.
એ જ્ઞાન ગુરુ દ્વારા મળે. જ્ઞાન વધતાં વિહિત અનુષ્ઠાનો પર શ્રદ્ધા ઘણી વધી જાય. अज्ञातात् ज्ञाते वस्तुनि अनंतगुणा श्रद्धा जायते । જ્ઞાન વિનયથી આવે છે ને વિનયથી જ પરિણામ પામે છે.
ગણધર પદ પામેલા, ચાર જ્ઞાનના સ્વામી, દ્વાદશાંગીને અન્તર્મુહૂર્તમાં રચનારા ગૌતમસ્વામી તમે યાદ કરો, “વિનય' શું ચીજ છે, તે તમને સમજાશે. બધું ભણ્યા પછી પણ વિનય છોડવાનો નથી, એમ ગૌતમસ્વામીની મુદ્રા તમને કહેશે.
ભીલડીયાજી તીર્થમાં ગૌતમસ્વામીની એક પ્રતિમા જોઈ. ભગવાન પાસે ઉત્કટિક આસનપૂર્વક હાથ જોડીને બેઠેલી એ પ્રતિમાને જોઈ ગૌતમસ્વામીના વિનય પર અહોભાવ જાગ્યા વિના ન રહે.
૪૫૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ