________________
ભગવતીના યોગોદ્વહનના પ્રવેશની પૂર્વ સંધ્યાએ અમે પૂજ્યશ્રીના આશીર્વાદ લેવા ગયા ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : “ભગવતીના જોગમાં પ્રવેશ કરો છો એ પ્રસંગે હું તમને ગુણોનું અર્જન કરવાનું કહું છું. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ ગુણોને પ્રાપ્ત કરો. પ્રાપ્ત ગુણોને વધુ ને વધુ નિર્મળ બનાવજો.' પૂજ્યશ્રીના ચરણોમાં પ્રાર્થના છે :
એવું જ્ઞાન આપો, જેથી નિરંતર અજ્ઞાનનું ભાન થતું રહે. એવો વૈરાગ્ય આપો, જેમાં અમારી આસક્તિ ઓગળતી જાય.
એવી ભક્તિ આપો, જેમાં અહંકારનો પર્વત ચૂર-ચૂર થઈ જાય...”
પદ મળે ત્યાં સુધી હજુ વાંધો નહિ. પદ સાથે મદ ભળે ત્યારે વાત ખતરનાક બની જાય છે. અહંકાર કાનમાં ફૂંક મારે છે : હવે તું મોટો બની ગયો, પદવીધર બની ગયો. “તલહટીમેં ખડા હું પર માનતા હૂં કિ શિખર પર ચઢ ગયા હું, જાનતા કુછ ભી નહીં ફિર ભી માનતા હૂં કિ સબ કુછ પઢ ગયા હું, અહંકાર કા ધૂંઆ ઐસા છાયા હૈ કિ કુછ દિખાઈ નહીં દેતા, સબ સે પીછે ખડા હું પર માનતા હૂં કિ સબસે આગે બઢ ગયા હું..”
આવો અહંકાર ઓગળી જાય, તેવી પૂજ્યશ્રીને અભ્યર્થના છે.
જે પદ મળ્યું છે, તે માટેની યોગ્યતા પણ મળે, એવી પરમ કૃપાળુ પ્રભુને તથા પૂજ્યશ્રી ગુરુદેવને, ચતુર્વિધ સંઘ સમક્ષ પ્રાર્થના છે.
આંસુ પ્રભુ-ભક્તિ, કરુણા અને સહાનુભૂતિથી થતા આંસુ પવિત્ર છે. શોક, ક્રોધ અને દંભથી થતા આંસુ અપવિત્ર છે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ઉ ૨૦