________________
તેને કહેવાય જે જગતના સર્વ જીવો સાથે જોડી આપે.
મારું પરમ સૌભાગ્ય હતું કે એવી માતા મળી. માતા ભમીબેન ભલે અભણ હતાં, પણ સંસ્કારમૂર્તિ અને ભદ્રમૂર્તિ હતાં. પિતાની ગેરહાજરીમાં તેમણે મને મોટાભાઈ પૂ. મુક્તિચન્દ્ર વિજયજીને સોંપ્યો. પૂ. મુક્તિચન્દ્રવિજયજીની ગૃહસ્થપણામાં ભાવના હતી કે નાના ત્રણે ભાઈઓમાંથી કોઈપણ એક સાથે ચાલે. શાન્તિલાલ, ચંપક અને હું - અમે ત્રણેય દીક્ષા માટે તૈયાર હતા. મોટા ભાઈએ મારી પસંદગી કરી ને હું મુંબઈથી આધોઈ આવી પહોંચ્યો. આમ મોટાભાઇએ મને અધ્યાત્મયોગી પૂજ્ય ગુરુદેવ સાથે જોડી આપ્યો.
પૂજ્યશ્રીએ અમને શાસ્ત્ર સાથે જોડવા નિરંતર પ્રયત્ન કર્યો. પૂજ્યશ્રી પરમાત્માના પરમ ભક્ત છે. ભક્તિના પર્યાય તરીકે સર્વત્ર પ્રસિદ્ધ છે. “કલાપૂર્ણસૂરિ એટલે ભક્તિ અને ભક્તિ એટલે કલાપૂર્ણસૂરિ...' એવું જગ-બત્રીસીએ ગવાઈ રહ્યું છે. પૂજ્યશ્રીની ભક્તિ તો સર્વત્ર પ્રસિદ્ધ જ છે, પણ આજે મારે તમને એમનો અપ્રગટ બીજો ગુણ પણ કહેવો છે. પૂજ્યશ્રીનો શાસ્ત્રપ્રેમ અજોડ છે. પૂજ્યશ્રી પ્રભુપ્રેમી છે, એટલા જ શાસ્ત્રપ્રેમી છે, એ વાત બહુ ઓછા લોકો જાણે છે.
પૂજ્યશ્રીએ અમને ભણાવવા માટે નિરંતર કાળજી રાખી છે. દીક્ષા લીધી ત્યારે હું સાવ જ નાનો હતો. માત્ર સાડાબાર વર્ષની ઉંમર. તે વખતે પૂજ્યશ્રીએ અમને ભણાવવામાં જે તકેદારી રાખી છે, તે કદી ભૂલી શકાય તેમ નથી. લાકડીઆના પ્રથમ ચાતુર્માસમાં શ્રી ચંપકભાઇ, મનફરાના બીજા ચાતુર્માસમાં પંડિતવર્યશ્રી અમૂલખભાઈ, અંજારના ત્રીજા ચાતુર્માસમાં રસિકભાઈ તથા જયપુરના ચોથા ચાતુર્માસમાં વૈયાકરણ પંડિત શ્રી ચંડીપ્રસાદને ગોઠવી આપ્યા. શ્રુતસ્થવિર પૂજ્ય મુનિશ્રી જંબૂવિજયજી પાસે ધામા, આદરીયાણા, શંખેશ્વર વગેરે સ્થળોએ આગમ વાચના ગોઠવી આપી. ષોડશક, પંચવટુક આદિ પૂ. હરિભદ્રસૂરિજીના ગ્રંથો, પ્રતિમાશતક, અધ્યાત્મસાર આદિ પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના ગ્રંથોની વાચના પૂજ્યશ્રીએ આપી. આજે આટલી ઉંમરે પણ પૂજ્યશ્રી ભગવતીની વાચના અમને આપી જ રહ્યા છે.
૨૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ