SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરિભાષામાં વાત કરતા હોય ત્યારે વિચાર આવે : આ અપહૃત આત્માઓ તો નહિ હોય ! * આટલા વર્ષોથી આપણે મોક્ષની સાધના કરીએ છીએ ને છતાં જીવન્મુક્તિનો અંશ પણ માણવા ન મળે તો ક્યાં ખૂટે છે ? એનો વિચાર કેમ નથી આવતો ? ચાલવા છતાં મુકામ ન આવે, દવા લેવા છતાં દર્દ ન મટે, ત્યારે કારણ પૂછનારા આપણે મોક્ષ માટે પૂછતા નથી. સાધનાની કમાણી ક્યાં જાય છે ? “આંધળી દળે ને કૂતરા ખાય.” એવું થતું નથી ને ? અનીતિના રૂપિયાથી પેલા નૈગમ વાણિયાએ ઘેબર તો બનાવ્યા, પણ જ્યારે એ ઘેબર જમાઈ જમી ગયો, પોતાને કશું ન મળ્યું ત્યારે તેની જ્ઞાનદશા જાગી. વાણિયાની જ્ઞાનદશા આટલી નાનકડી ઘટનાથી જાગતી હોય તો આપણી જ્ઞાનદશા કેમ નથી જાગતી ? - સાધુપણું પ્રાપ્ત થયા પછી જ્ઞાન-દશા ઘણી દુર્લભ છે. આ ગ્રન્થ કહે છે : સામનસ વિ છે, નામાનો યા કુન્દ્રહો હોર્ | સાધુપણું મળ્યા પછી પણ જ્ઞાનની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. ભગવાન પાસે રોજ બોલીએ છીએઃ “ભવોભવ તુમ ચરણોની સેવા” ભવોભવની વાત પછી. હું કહું છું : આ ભવનું તો કરો. આ જન્મમાં મળી શકે તેવા જ્ઞાનાદિ માટે તો પ્રયત્ન કરો. મોક્ષ માટે આપણને ઉતાવળ કેમ નથી ? વાચનામાં સીટ મેળવવાની પડાપડી છે, પણ મોક્ષ સાધના માટેની પડાપડી ખરી ? હમણાં પેઢીના માણસો કહેવા આવેલા : મહારાજ ! દર ચોમાસામાં અહીં તળેટીએ તકલીફ પડે છે. આગળ આવનારા વા કલાક સુધી ખાલી કરે નહિ. એટલે પાછળવાળા હેરાન થાય. મને આ પરથી બીજો વિચાર આવ્યો કે આપણે મોક્ષે જઈ મનુષ્યની સીટ ખાલી કરતા નથી એટલે આપણી પાછળ રહેલા જીવો હેરાન થઈ રહ્યા છે. એમનું હૃદય કહી રહ્યું છે : હટો..હો...હો... અમારા માટે જગ્યા કરો. આપણે મોક્ષમાં જઈએ તો પાછળવાળા માટે જગ્યા થાય ૨૦૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy