________________
પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજીએ વંદન કર્યા ત્યારે નૂતન આચાર્યશ્રીની આંખો અશ્રુભીની બની હતી. મન વંદન લેવા તૈયાર ન્હોતું. ]
પૂજ્ય શ્લા આચાર્યશ્રી... મારે આચાર્ય-પદ નહિ, પણ “પદ' મને જોઈએ છે. પદ એટલે ચરણ, પગ ! ચરણ-સેવા જોઇએ છે.
અમે પૂજ્યશ્રીના ઉપકારના મહામેરુ નીચે દબાયેલા છીએ, જે યાદ કરતાં આંસુડા સૂકાતા નથી. નાનપણથી જ સંસ્કાર આપવા પૂજ્યશ્રીએ જે તકલીફો ઊઠાવી છે, તે યાદ કરતાં હૃદય ગગદ્ બની જાય છે.
ચતુર્વિધ સંઘ સમક્ષ હું કબૂલ કરું છુંપૂજ્યશ્રીના વંદન લેવા માટે હું બિસ્કુલ યોગ્ય નથી. વંદન થઈ ગયા પછી...
ફૂલા આચાર્યશ્રીની હિલશિધ્રા : આપણે સૌ સાથે મળીને વૈચારિક આદિ દૃષ્ટિએ પૂજ્યશ્રીના આદેશો શિરસાવંદ્ય કરીએ.
નાનો શિશુ માથી જુદો પડીને જાત પર જોખમ ઊભું કરે, તેમ ગુરુથી જુદા પડીને જાત પર જોખમ ઊભું થાય છે. ગુરુદેવનું સતત સાન્નિધ્ય સ્વીકારવા આપણું મન તૈયાર જોઈએ.
એકલવ્યે કહ્યું'તું : ““ગુરુની અપાર ભક્તિનું આ ફળ છે. હૃદય-સિંહાસન પર દ્રોણ ગુરુ પ્રતિષ્ઠિત છે. ભલે એ સ્વીકારે કે ન સ્વીકારે.'
આવી ગુરુ-ભક્તિ પેદા થાય ત્યારે શું થાય તે તો અનુભવે તે જ જાણે.
ફેમિલિ ડૉક્ટર, વકીલ વગેરેની જેમ ફેમિલિ ગુરુ પણ હોવા જોઇએ, જ્યાં જઈને રડી શકાય, બધું કહી શકાય. કલિકાલમાં ભલે ભગવાન નથી, પણ ગુરુ છે. ગુરુમાં ભગવબુદ્ધિ પેદા કરીને ભગવાન જેટલો જ લાભ મેળવી શકીએ.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૨૧