________________
પાનવા
ફા.સુદ-૧૩ ૧૮-૩-૨૦૦૦, શનિવાર
* ગુણ ભલે અરૂપી હોય, પણ ગુણી રૂપી છે.
ધર્મ ભલે અરૂપી હોય, પણ ધર્મી રૂપી છે.
ગુણ કે ધર્મના દર્શન કરવા હોય તો ગુણી કે ધર્માના દર્શન કરવા પડશે. ગુણીના સત્કાર વિના તમે ગુણોનો સત્કાર કરી શકશો નહિ.
* કરવા કરતાં કરાવવાની શક્તિ વધે. તેના કરતાં પણ અનુમોદનાની શક્તિ વધે. કરણ-કરાવણની સીમા છે, પણ અનુમોદનાની કોઇ જ સીમા નથી. માટે જ અનુમોદના કરાયેલો ધર્મ અનંતગુણો બની જાય છે, સાનુબંધ બની તે ભવોભવનો સાથી બની જાય છે.
* એક ગુણ એવો બનાવો કે જે સાનુબંધ બને, ભવોભવ સાથે ચાલે.
* ગઈ સાલે વલસાડમાં ચૈત્રી ઓળી કરાવેલી ત્યારે એક અજૈન મહાત્માએ વાત કરેલી : ભાગવતમાં ઋષભદેવનું વર્ણન આવે છે. વેદોમાં આદિનાથ આદિનું વર્ણન આવે છે.
* અહીં જેટલી પાંજરાપોળો જોવા મળે છે, તેમાં કોઇને કોઇ એક સમર્પિત માણસની સેવા હોય છે. એના વિના પાંજરાપોળ
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ પ૩