SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ઇરિયાવહિયં શું છે? સ્વ દુષ્કૃતની ગહ છે. ““હે જીવ માબાપ ! તમારી કોઈ વિરાધના કરી હોય તો મને ક્ષમા આપો.' ઇરિયાવહિયમાં આવો ભાવ છે. આપણા અનુષ્ઠાનોમાં ડગલે ને પગલે આ ત્રણ [શરણાગતિદુષ્કૃત-ગર્દી, સુકૃત અનુમોદના] પદાર્થો વણાયેલા જ છે. બીજે ક્યાંય આપણે આપણી ગુપ્ત પાપભરી વાતો ન કરી શકીએ, કદાચ ગુરુ પાસે પણ ન કરી શકીએ, પણ ભગવાન પાસે તો કરી શકીએ ને ? ભગવાન પાસે દુષ્કૃત-ગહ જરૂર કરજો. * અહીં શાસ્ત્રકાર સૌ પ્રથમ ચારિત્ર-પાલકની અનુમોદના કરવાનું કહે છે : જેઓ માતા-પિતા આદિ સર્વ સંબંધો છોડીને જિનોપદિષ્ટ ધર્મનું પાલન કરે છે તે ધન્ય છે ! ચારિત્રના યોગો જ એવા છે કે અહીં માત્ર કમાણી જ કમાણી જ છે. વાણિયો કદી ખોટનો ધંધો ન કરે. જે દિવસે પ્રસન્નતા વધે તે દિવસ કમાણીનો સમજવો. અપ્રસન્નતા, સંકલેશ વધે તે ખોટનો દિવસ સમજવો. * ગુણ સમૃદ્ધ ચારિત્રવાન આત્મા મરણાન્ત કચ્છમાં પણ ઉદ્વિગ્ન ન થાય, તે મામૂલી રોગમાં ઉદ્વિગ્ન થાય ? ઈચ્છીએ કે ન ઇચ્છીએ, માંગીએ કે ન માંગીએ, પણ મૃત્યુ કાંઈ અટકવાનું નથી. એક પણ એવી વ્યક્તિ નથી જે મરી નથી. મરણ સુનિશ્ચિત છે. પણ એ મરણ એવી રીતે થાય, સમાધિપૂર્વક અને આરાધનાપૂર્વક થાય કે મરણ પણ મહોત્સવરૂપ બની જાય. મૃત્યુનું મૃત્યુ થઈ જાય. [ગાથા-૧૦૧] ભીખારીને ચિંતામણિ મળી જાય, તેમ આપણને આ ચારિત્ર મળી ગયું છે, એમ માનજો. પણ આપણને એવું કદી લાગતું નથી. છ અબજની વર્તમાન વસતિમાં માત્ર દસેક હજાર [બધા જ ફિરકાના મળીને] સાધુ-સાધ્વી છે. વસતિના અનુપાતમાં જોઈએ તો આટામાં લુણ જેટલી પણ આપણી સંખ્યા નથી. દસેક હજારમાં પણ સાચા સાધુ કેટલા ? યોગસારકારની ૧૮૪ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ.
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy