________________
પાલીતાણા
વૈશાખ સુદ-૪ ૭-૫-૨૦૦૦, રવિવાર
* આપણા નામનું વિસ્મરણ કરાવનાર પ્રભુનું નામ છે. આપણા રૂપને ભૂલાવનાર પ્રભુનું રૂપ છે. મુખમાં પ્રભુનું નામ આવી જાય, નયનોમાં પ્રભુની મૂર્તિ વસી જાય તો બધી વિડંબના ઓછી થઈ જાય.
* પાંચ પરમેષ્ઠીને નમન કર્યા પછી નવપદમાં કોને નમન કરવાનું ? દર્શન આદિ બધા પાંચ પરમેષ્ઠીમાં આવી ગયા, છતાં પણ જેનામાં પણ સમ્યગુદર્શન આદિ ગુણ છે તે સહુને પણ નમસ્કાર કરવાના છે.
આચાર્ય ભગવંત પણ, જ્યારે સાધ્વીજી વંદન કરે ત્યારે મઘૂએણ વંદામિ કહે. કેમ ? તે તો નાના છે ને ? નાના છે તો શું થઈ ગયું? ગુણો તો છે ને ? તેને નમસ્કાર કરવાના છે.
બહુમાન એ ગુણોને લાવવાનું દ્વાર છે. ગુણને મેળવવા માટે જેનામાં એ ગુણ છે તેને પ્રણામ કરો. તેની માળા ગણો. વીશસ્થાનક શું છે ? એક-એક ગુણ માટે કાઉસ્સગ-માળા વગેરે છે. શા માટે ? તે ગુણ પામવો છે માટે. તેમાં સાધુ પદ આવે કે નહિ ?
તમારી [સાધુની] આરાધનાથી જીવો તીર્થંકર બને ને તમે રહી જાવ? ગુણો દેખાય ત્યાં નમસ્કાર કરો. ગુણોને નમસ્કાર તેની ઝંખનાને કહે છે. જેને તમે નમો છો એ તમને ગમે છે, એ
૨૫૪ જે કહ્યું કલાપૂર્ણસૂરિએ