________________
આ ભગવાન સમર્થ છે. ડરો નહિ, ભલે ગમે તેટલી મોટી સેના સામે હોય, પણ તમારે ડરવાનું નથી. તમારી જીત જ છે. કારણ કે અનંત શક્તિના માલિક ભગવાન તમારી સાથે છે.
તપ-જપ-મોહ મહાતોફાને, નાવ ન ચાલે માને રે; પણ મુજ નવિ ભય હાથો હાથે, તારે તે છે સાથે રે...''
મોહરાજાના હુમલા આવ્યા હશે તો ઉપા. યશોવિજયજી મહારાજે આવું ગાયું હશે ને ? અચ્છા અચ્છા સાધકના જીવનમાં પણ મોહના હુમલા આવે. એને ભગવાનની સહાય લઈ મહાત કરી શકાય, એવું તેઓ અનુભવથી જણાવે છે. + પં. વીરવિજયજી મ. કહે છે :
મોહ લડાઈમેં તેરી સહાઈ...” + વાચક ઉદયરત્નજી મ. કહે છે :
મોહરાજની ફોજ દેખી, કેમ ધ્રુજો રે; અભિનંદનની ઓડે રહીને, જોરે જુઝો રે...' ઉપા. યશોવિજયજી મ. કહે છે : “વાચક જસ કહે મોહ મહા અરિ, જીત લીયો મેદાન મેં...”
આનો અર્થ એ થયો કે મોહરાજાને ભગવાન સિવાય ખાળી શકાતો નથી જ. ભગવાનનું શરણું છે તો મોહથી ડરવાની જરૂર પણ નથી, એ પણ સમજવું રહ્યું.
* આવશ્યક પર ૭૫ હજાર શ્લોક પ્રમાણ પૂ. હરિભદ્રસૂરિજીની બૃહદ્રવૃત્તિ હતી, એમ સંભળાય છે. અત્યારે તો મધ્યમવૃત્તિ મળે છે.
* જે શ્લોકનો અર્થ ન જાણું તે સમજવનારનો હું શિષ્ય બનું એવી પ્રતિજ્ઞાના કારણે કટ્ટર જૈન દ્વેષી બ્રાહ્મણ હોવા છતાં હરિભદ્ર ભટ્ટને જૈન દીક્ષા મળી.
૧૧ ગણધરો, ભદ્રબાહુ સ્વામી, સ્થૂલભદ્ર સ્વામી, સિદ્ધસેન દિવાકરસૂરિ, અભયદેવસૂરિ વગેરે બ્રાહ્મણો હતા.
પ૩૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ