________________
વાંકીચાતુર્માસ પછી પાલીતાણાસુધીના
કાર્યક્રમોની આછેરી ઝલક વિ.સં. ૨૦૧૬ કા.વ. ૧૨-૧૩ ભુજ ખાતે અંજનશલાકા પ્રતિષ્ઠા તથા પારસકુમાર, નીતાબેનની દીક્ષા. કા.વ. ૩૦ માધાપર, પૂ.સા. શ્રી અનંતકિરણાશ્રીજીના વર્ધમાનતપની ૧૦૦
ઓળીનું પારણું. જ મા.સુ. ૩ વાંકી તીર્થે, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા. જ મા.સુ. ૫ વાંકી તીર્થે, શ્રીમતી પન્નાબેન દિનેશભાઈ રવજી મહેતા આયોજિત
ઉપધાન તપની માળ. ૦ મા.વ. ૩ મદ્રા, ઉપાશ્રય - ઉદ્ઘાટન. મા.વ. ૧૧ માંડવી, સા. શ્રી અમીવર્ષાશ્રીજીના વર્ધમાનતપની ૧૦૮ ઓળીનું
પારણું. - પો.વ. ૬ નયા અંજાર, પ્રતિષ્ઠા તથા રૂપેશકુમાર, રીટા, રંજન, મમતા,
શર્મિષ્ઠા, મંજુલા, તારા, સરલા, હંસા, દર્શના, સુનીતા, દમયંતી આદિ
૧૨ની દીક્ષા (૧ પુરુષ +૧૧ બહેનો) જ પો.વ. ૮
ધમડકા-પ્રતિષ્ઠા. જ મહા સુ. ૬ વાંકી તીર્થે, આચાર્ય-પંચાસ-ગણિ-પદ-પ્રદાન પ્રસંગ. » મહા સુ. ૧૩. ગાંધીધામ, પ્રતિષ્ઠા મહોત્સવ.
મહા વ. ર થી | મનફરા, માતૃશ્રી વેજીબેન ગાંગજી લધા દેઢીઆ પરિવાર દ્વારા નિર્મિત મહા વ.૫ ગુરુ-મંદિરમાં પૂ. દાદાશ્રી જીતવિજયજી, પૂ. કનકસૂરિજી તથા પૂ.
દેવેન્દ્રસૂરિજી-આ ત્રણ ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા તથા પૂ.સા. શ્રી પ્રભંજનાશ્રીજી, પૂ.સા.શ્રી સૌમ્યજ્યોતિશ્રીજી, પૂ.સા. શ્રી
સૌમ્યકીતિશ્રીજીના વર્ધમાનતપની ૧૦૦ ઓળીના પારણા. મહા વ. ૬ થી ી માતૃશ્રી નાંગલબેન મણસી લખધીર કારિયા-પરિવાર આયોજિત મહા વ.પ્ર. ૧૨U મનફરા-કટારિયા છ'રી પાલક સંઘ. મહા.વ. ક્રિ. ૧૨) માતૃશ્રી પાલઈબેન ગેલાભાઈ ગાલા પરિવાર આયોજિત લાકડીયાથી થી ચે.સુ.૫ / પાલીતાણા છ'રી પાલક સંઘ.
વાંકી પછી લાકડીયા સુધી કાર્યક્રમોની વ્યસ્તતાના કારણે પૂજ્યશ્રીની વાચનાઓ ખાસ ગોઠવાઈ નથી. અમારા મનફરા ગામમાં પૂજ્યશ્રી પધાર્યા, પણ કાર્યક્રમો એટલા ભરચક હતા કે એક પણ વાચના રહી શકી નથી.
પ્રસ્તુત પુસ્તકમાં ચાંદાવિય પયા પર પૂજ્યશ્રીએ આપેલી વાચના સંપૂર્ણપણે (ફા.સુ. ૫ થી અષા. વ.૨) પ્રકાશિત થયેલી છે. જેનું અવતરણ-સંપાદન અમારા ગામના રત્નો પૂજ્ય ગણિશ્રી મુનિચન્દ્રવિજયજી તથા પૂજ્ય ગણિશ્રી ગુલિચન્દ્રવિજયજી દ્વારા થયેલું છે તેનો અમને આનંદ છે.
પ્રેસ કોપી કરી આપનાર પૂ. સા. શ્રી કલ્પનાદિતાશ્રીજીનું અમે કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ છીએ.
આર્થિક સહાયતા આપનાર તથા ઝડપી મુદ્રણ કરી આપનાર હસમુખભાઈ સી. શાહ પણ ધન્યવાદને પાત્ર છે. - પૂજ્યશ્રીની દુર્લભવાણી સૌ જિજ્ઞાસુઓ અંતઃકરણના ઉમળકાથી વધાવી લેશે એવી અપેક્ષા છે.