________________
/ મનફરામંડન શ્રી વાસુપૂજ્યસ્વામિને નમઃ || // શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કંચન-કલાપૂર્ણ
કલાપ્રભસૂરિગુરુભ્યો નમઃ |
ક
પ્રકાશકીય
વાગડ સમુદાયની ઉજ્જવલ પરંપરાના વાહકો જ્યોતિર્વિદ્ પૂજ્ય દાદાશ્રી પદ્મવિજયજી, સંયમમર્તિપૂજ્ય દાદાશ્રી જીતવિજયજી, વાત્સલ્યમૂર્તિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયકકસૂરિજી, પરમ ક્રિયારુચિ, ઓસવાલ સમાજના ઉદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી વિજય દેવેન્દ્રસૂરિજી આદિ મહાત્માઓના અમારા પર ખૂબ જ ઉપકાર છે.
એ ઉજ્જવલ પરંપરાના વાહક પુણ્ય-પુરુષ પૂજ્ય આચાર્ય શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ને જૈન જગતમાં કોણ નહિ જાણતું હોય ? સમગ્ર ભારત વર્ષના જૈનોમાં અભૂતપૂર્વ લોકચાહના પ્રાપ્ત કરનાર પૂજ્ય આચાર્ય શ્રી આજે વાગડ સમુદાયના નાયક તરીકે છે, તેનું અમને ગૌરવ છે.
પૂજ્યશ્રીના દર્શનાર્થે સેંકડો લોકો સતત આવતા રહે છે. જેઓ વંદન, વાસક્ષેપ, વાર્તાલાપ, વ્યાખ્યાન-શ્રવણ આદિની ઈચ્છા ધરાવતા હોય છે, પણ એ ઈચ્છા બધાની પૂર્ણ થતી નથી.
વ્યાખ્યાન સાંભળવા મળે તો પણ દૂર બેસવાના કારણે તથા પૂજ્યશ્રીનો અવાજ ધીમો હોવાના કારણે બરાબર સાંભળી શકાતું નથી. પૂજ્યશ્રીની વાણીનો લાભ સૌ પામી શકે, એ હેતુથી પ્રસ્તુત પુસ્તક અમારા તરફથી પ્રગટ કરવામાં આવી રહ્યું છે.
આનાથી પહેલા “કહે કલાપૂર્ણસૂરિ' (જેમાં વાંકી તીર્થે અપાયેલી વાચનાનો સંગ્રહ હતો. વિ.સં. ૨૦૫૫) નામનું પુસ્તક અને પ્રકાશિત કરી ચૂકયા છીએ. એ પુસ્તકની એટલી માંગણી આવી કે થોડાક જ સમયમાં બધી નકલો ખલાસ થઈ ગઈ. હજુ પણ રોજ માંગણી આવ્યા જ કરે છે. આથી ખ્યાલ આવે છે કે પૂજ્યશ્રીના વિચારો જાણવા લોકો કેટલા આતુર છે?
વાંકી તીર્થે ચાતુર્માસ પછી પૂજ્યશ્રી ભરચક કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા. જો કે, પૂજ્યશ્રીની નિશ્રામાં સદા આવા જ ભરચક કાર્યક્રમો રહ્યા કરે છે.