________________
* ઉપશમશ્રેણિ સુધી ચડેલા ૧૪ પૂર્વીને એવું શું નડતું હશે કે ત્યાંથી પણ ઠેઠ નિગોદે જઈને પહોંચે ? પુસ્તક, ઉપકરણ ઈત્યાદિમાંથી કોઈ સ્થાને સૂક્ષ્મ મમત્વ રહી જતું હશે ને ? જોજો. આપણને ક્યાંય મમત્વ નથી ને?
* લહિઅઠા, ગહીઅઠ, પુચ્છિઠા વિશેષણો શ્રાવકોના જ નહિ, સાધ્વીજીના પણ હોય. શા માટે ? આગમોને સાંભળીને એવા બનેલાં હોય. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે તત્ત્વપૂર્ણ આગમોના પદાર્થો સાંભળે.
અમારા ફલોદીના ફૂલચંદ, દેવચંદ કોચર આદિ આવા શ્રાવકો હતા. મોટા આચાર્યો આવે ત્યારે કર્મસાહિત્ય આદિ પર ચર્ચા ચાલતાં રાતના બાર વાગતા.
* ચંડકૌશિકે ભગવાનને બોલાવવા FAX, ફોન દ્વારા ક્યારેય આમંત્રણ ન્હોતું આપ્યું કે આમંત્રણ પત્રિકા હોતી લખી, એ ચાહતો પણ ન્હોતો, છતાં ભગવાન સામે ચડીને ગયા. ભગવાન અનામંત્રિત આગંતુક છે. “મનહૂિત - સહય' ભગવાનનું વિશેષણ છે.
સમતા રાખે, સહન કરે અને સહાયતા કરે તે સાધુ કહેવાય. ચંડકૌશિકના આ કથાનકમાંથી બોધપાઠ લઈ આપણે આ રીતે [બીજાના વિષય-કષાયો દૂર કરવાના પ્રયાસમાં] સહાયતા કરવી જોઇએ.
* આચાર્ય દીપક સમાન હોય. એક સૂર્યમાંથી હજાર સૂર્ય ન બને. એક દીપમાંથી હજારો દીપ પ્રગટી શકે. કેવળજ્ઞાન સૂર્ય છે, પણ શ્રુતજ્ઞાન દીવો છે. એ બીજાને આપી શકાય.
આચાર્યો બીજાને પોતાના જેવા બનાવે. આપણને પૂર્વપુરુષો મળ્યા ન હોત તો આપણે આવા બનત ?
આચાર્યો તો ધન્ય છે જ, આચાર્યની સેવા કરનાર પણ ધન્યતાના ભાગી છે. સૂર્ય અસ્ત થઈ જાય પછી પ્રકાશ આપી શક્તો નથી, દીવો પછી પણ આપી શકે. માટે જ અહીં આચાર્યને દીપકની ઉપમા આપવામાં આવી છે. * સૂર્ય અહીં આપણને આથમતો લાગે છે, પણ ખરેખર એ
૫૦ કહ્યું કલાપૂર્ણસૂરિએ