________________
ક્યારેય આથમતો નથી. અહીં આથમતો સૂરજ ક્યાંક ઊગતો હોય છે. આચાર્ય ભગવંત સૂર્ય જેવા પણ છે. જ્યાં જાય ત્યાં સતત જ્ઞાનપ્રકાશ રેલાવતા રહે છે.
આચાર્ય ભગવંતને નમસ્કાર કરવાથી, તેમના પર ભક્તિરાગ કેળવવાથી આ લોકમાં કીર્તિ, પરલોકમાં સદ્ગતિ મળે છે. સ્વર્ગમાં પણ તેની પ્રશંસા થાય છે. ઈન્દ્ર પણ આચાર્ય ભગવંતનો વિનય કરે. વિરતિને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે.”
- પૂ.પં. વીરવિજયજી છઠ, અઠમ, માસક્ષમણ વગેરે કરતા ઉગ્ર સમતાપૂર્વકના તપસ્વીઓ અને ઘોર સાધકો પણ જો ગુરુનો વિનય ન કરે તો તેઓ અનંત સંસારી બને છે, એમ અહીં લખ્યું છે. શા માટે આવું લખ્યું ? આચાર્ય ભગવંત ભલે નાના હોય, અલ્પશ્રુત હોય કે અલ્પ પ્રભાવી હોય, પણ તેમનું ન માનવાથી કે અવિનય કરવાથી આવી પરંપરા ચાલે છે, બીજા પણ એવો જ અવિનય શીખે છે. મિથ્યા પરંપરામાં ચાલનાર કરતાં મિથ્યા પરંપરા પ્રવર્તક મોટો દોષભાગી બને છે.
“ન ગુરા નર કોઈ મત મિલો રે, પાપી મિલો હાર;
એક નગરા કે ઉપરે રે, લખ પાપોંકા ભાર...' આવું કરનારો અનંત સંસારી બને એમાં શી નવાઈ ?
* આંબાનું વૃક્ષ ફળ લાગતાં નમ્ર બને તેમ વિનીત નમ્ર હોય, કૃતજ્ઞ હોય, બીજાના ઉપકારોને જાણનારો હોય. આચાર્યની મનોભાવનાનો જાણનારો હોય. તદનુસાર અનુકૂળ વર્તન કરનારો હોય.
આવા વિનીત શિષ્યો હોય તે આચાર્ય જિનશાસનના પ્રભાવક બની શકે, રાજસભામાં છાતી ઠોકીને કહી શકે : નહિ, તમારા રાજકુમારો કરતાં અમારા જૈન સાધુઓ વધુ વિનયી છે.
. હું આજે આવું ન કહી શકું. પૂ. કનકસૂરિજી જેવું વચનની
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ પ૧