________________
આપણી કોઈ આવી પરીક્ષા લે તો ? પાસ થઈએ, એવું લાગે છે ? પરીક્ષાની વાત જવા દો, કોઈને પરીક્ષા લેવાનું મન થાય, એવું પણ આપણું જીવન ખરું ? યાદ રહે : પરીક્ષા તેની જ થાય, જે પરીક્ષા માટે કંઈક યોગ્ય હોય.
સૌધર્મેન્દ્ર કાલિકાચાર્ય જેવાની પરીક્ષા કરે, આપણા જેવાની નહિ.
* આપણા મગજને ઝંકૃત કરવા, મગજને કસવા શાસ્ત્રકારોએ કેવા-કેવા ઉપાયો બતાવ્યા છે ? ભગવતીમાં હમણા ગાંગેય પ્રકરણ ચાલે છે. એમાં ભાંગાઓની જાળ આવે છે.
દા.ત. પાંચ જીવો સાત નરકમાં જાય તો તેના કેટલા વિકલ્પો પડી શકે ? એ બધા વિલ્પો બતાવ્યા છે. આમ જોઈએ તો આંકડાની રમત લાગે, ગમ્મત લાગે, પણ ઊંડાણથી જોઈએ તો એકાગ્ર બનવાની કળા લાગે, ધર્મધ્યાનની ચાવી લાગે.
હે પ્રભુ ! તું અંધકારમાં દીવો છે. તું ગરીબનું ધન છે. તું ભૂખ્યાને અન્ન છે. તું તરસ્યાનું પાણી છે. તું આંધળાની લાકડી છે. તું થાકેલાની સવારી છે. તું દુઃખમાં ધીરજ છે. તું વિરહમાં મિલન છે. તું જગતનું સર્વસ્વ છે.
૩૦૮ જ કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ