________________
શેઠે પહેલીને નોકરોની ઉપરી બનાવી; બીજીને રસોડાની જવાબદારી આપી, ત્રીજીને ધન ભંડારની ચાવી આપી; ચોથીને ઘરની તમામ જવાબદારી અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાની સત્તા આપી.
પાંચ ડોગરના સ્થાને આ પાંચ મહાવ્રતો છે. એ મેળવીને કોના જેવું થયું છે ? ઉઝિકાની જેમ ફેંકી દેનારા, ભક્ષિકાની જેમ ખાઈ જનારા, રક્ષિકાની જેમ સાચવનારા કે રોહિણીની જેમ વધારનારા બનવું છે ?
રોહિણી બનવા પુણ્ય જોઈએ, પણ રક્ષિકા બનવા તો પુરુષાર્થ પર્યાપ્ત છે. પુણ્ય કદાચ હાથમાં નથી પણ પુરુષાર્થ હાથમાં છે. બની શકાય તો રોહિણી કે રક્ષિકા બનો. પણ ઉક્ઝિકા કે ભક્ષિકા કદી નહિ બનતા.
ઉક્ઝિકા ને ભક્ષિકા બનીને અનંતી વખત આપણે ચારિત્ર હારી ગયા છીએ. આ ભવમાં એનું પુનરાવર્તન ન થવું જોઈએ.
કાર્ય-સિદ્ધિ માટેના સાત સોપાન
(૧) શું જોઈએ છે ? કેવા બનવું છે? તે સ્પષ્ટ કરો. (૨) ધ્યેયમાં વારંવાર ફેરફાર ન કરો. (૩) સંકલ્પને શ્રદ્ધાના જળથી સિંચતા રહો. પરમાત્મા
પર પરમ શ્રદ્ધા રાખો. (૪) તે મુજબનું માનસ ચિત્ર (સ્પષ્ટ અને સુરેખ) ખડું
કરો. (૫) માનસ ચિત્રમાં મન સ્થિર કરો. (૬) માનસ-ચિત્રમાં જે તમે ઇચ્છો છો, તે વર્તમાન
કાળમાં બની રહ્યું છે, તેમ જુઓ. . (૭) તેવું જ બન્યું છે, તે રીતે જીવન જીવો.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પરપ