SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા અષાઢ સુદ-૧૩ ૧૪-૭-૨ooo, શુક્રવાર * જિનાગમના એકેક વચનનો અભ્યાસ કરીએ તેમ તેમ નવી આધ્યાત્મિક શક્તિ પેદા થશે. એથી સંયમનું વીર્ય પ્રબળ બનશે. સંયમ-વીર્ય, એ જ જ્ઞાનનું કાર્ય છે, ફળ છે. મુક્તિમાર્ગમાં વધુ સહાયક જ્ઞાન છે. શ્રુતજ્ઞાનની કિંમત કેટલી ? ગઈકાલે મેં વાત કરેલી કે કેવળજ્ઞાનથી પણ મન ચડીયાતું છે આનો અર્થ એ નથી કરવાનો કે કેવળજ્ઞાન નાનું ને મન મોટું ! સ્યાદ્વાર દર્શનમાં બધી વાત સાપેક્ષ હોય છે. જે વખતે જેની મુખ્યતા હોય તેને આગળ કરાય. અહીં અપેક્ષાએ શ્રુતજ્ઞાન કિંમતી છે, તે આદાન-પ્રદાન થઈ શકે તે અપેક્ષાએ છે. આ જ્ઞાન પણ સફળ તો જ બને જે સંયમવીર્ય પ્રગટે. આપણા ત્રણેય યોગમાં વીર્ય-શક્તિ ભળે તો જ ફળાવિત બને. મન અનુભવજ્ઞાન સુધી તમને પહોંચાડી દે, પછી સ્વયં ખસી જાય ને તમને અનુભવના સમુદ્રમાં ધકેલી દે, એ જ મનનો મોટો ઉપકાર. પછી મન કહી દે છે : મારું કામ પડે ત્યારે બોલાવજો. અનુભવ જ્ઞાન ન મળે ત્યાં સુધી મન અને વચન જરૂરી છે. પર જ કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy