SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ દોરી ભગવાન સાથે જોડાયેલી હોવી જોઈએ. રડતો બાળક માના દોરી-ધૂનન માત્રથી શાંત થઈ જાય, ભક્ત ભગવાનના સ્મરણ માત્રથી શાંત થઈ જાય. ભક્તને અનુભવ થાય છે ઃ ભગવાન મને બોલાવી રહ્યા છે, ભેટી રહ્યા છે, મારા અંગેઅંગમાં ફેલાઈ રહ્યા છે. ઉપા. યશોવિજયજીનો આ સ્વાનુભવ છે. એ ખોટો તો નહિ જ હોય. પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. ભૌતિક દેહે ભલે હાજર નથી, પણ ગુણ-દેહે હાજર છે. બાકી ભૌતિક દેહ તો ભગવાનનો પણ ન ટકે. | * ભરત ક્ષેત્રના માનવીઓનું શું ? એવા પ્રશ્નના ઉત્તરમાં સીમંધર સ્વામીએ આ શાશ્વત ગિરિરાજને પરમ આલંબન-ભૂત ગણાવ્યું છે. આ ગિરિની સ્પર્શના એટલે અનંતા સિદ્ધોની સ્પર્શના ! ગિરિરાજ પર મંદિરોની શ્રેણિ એટલે કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીનું સ્થાન [બાવાસઃ દેવ શ્રી] એમ કહ્યું છે. અહીં પૂજા કરનારો ગૃહસ્થ દરિદ્ર ન હોય. ઘણા કહે છે : જૈનો આટલા શ્રીમંત કેમ ? તેઓ જાણી લે કે જૈનો ભગવાનની પૂજા છોડતા નથી. પૂજા ન છૂટે ત્યાંથી લક્ષ્મી પણ ન છૂટે. પૂજ પુણ્યનું પરમ કારણ છે. લક્ષ્મી પુણ્યથી બંધાયેલી છે. | ‘દુ ઘર્મ- શતુઃ ' આ મંદિર-શ્રેણિ એટલે ધર્મ રાજાનો કિલ્લો. ચિત્તોડગઢનો [આજે પણ એ કિલ્લો વિદ્યમાન છે. અમે ત્યાં ગયેલા પણ છીએ.] કિલ્લો જોયો છે ને ? ત્યાં ગયેલાને શત્રુનો ભય ન હોય. મંદિરમાં મોહનો ભય ન જ સતાવે. એ તો મંદિરથી બહાર નીકળી જ્યાં તમે જોડા પહેરો ત્યાં જ તેમાં છૂપાયેલા મોહના ગુંડાઓ તમારા હૃદયમાં ઘુસી જાય. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૫૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy