________________
ફરક પડવાનો ?
* જીવન જીવવા માટે આવશ્યક શું ? ખોરાક, રહેઠાણ, કપડા, પાણી અને હવા ! આ બધી ચીજો ક્રમશઃ વધુ ને વધુ આવશ્યક છે. એ વિના જીવન ન ચાલે ખરું ને ?
ધર્મ-સાધનામાં પણ છે આવશ્યક [આવશ્યક એટલે અત્યંત જરૂરી] છે : સામાયિક, ચઉવિસત્થો, વાંદણા, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ન અને પચ્ચક્ખાણ.
કપડા, રહેઠાણ વિના હજુ ચાલે, પણ હવા વિના ચાલે ? હવાના સ્થાને અહીં સામાયિક છે. સામાયિક (સમતા) વિના સાધનામાં પ્રાણ નથી આવતો. * રાજુલ નારી રે સારી મતિ ધરી, અવલંવ્યા અરિહંતોજી;
ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતોજી.
રાજુલે વીતરાગીનો સંગ કર્યો. અરિહંતનું આલંબન લીધું. પરિણામ શું આવ્યું ? ઉત્તમ પદ પામ્યા, ઉત્તમના આલંબનથી ઉત્તમતા વધે જ.
પ્રભુ આવા મહિમાવંત છે. એમનો મહિમા સમજવા શક્રસ્તવનો પાઠ કરવા જેવો છે. એમાંના વિશેષણો માત્ર પ્રભુ-મહિમાને જ બતાવનારા નથી, પણ પ્રભુ-ઉપકારને પણ બતાવનારા છે. પ્રભુની આ ઉપકાર સંપદા છે.
પ્રભુનું આવું સ્વરૂપ જાણવાથી આપણને એ અનન્ય શરણ લાગે છે, પ્રભુના ચારિત્ર તરફ અનન્ય પ્રેમ જાગે છે. પ્રભુના ઉપકાર પ્રત્યે હૃદય ઝુકી જાય છે.
“પ્રભુ-ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન સમાય રે;”
પણ આવા ઉપકારી પ્રભુ યાદ આવે છે ? શરીર યાદ આવે છે, પણ પ્રભુ યાદ આવે છે ? શરીર માટે ગમે તેટલા દોષો સેવવા તૈયાર છીએ, પણ પ્રભુ માટે કાંઈ જ કરવા તૈયાર નથી.
* પ્રભુ તો આપણને તારવા નિરંતર તૈયાર છે. પ્રભુ કરુણાની હેલી વરસાવી રહ્યા છે. સૂર્યની જેમ તેમની કરુણાનો પ્રકાશ સર્વત્ર ફેલાઈ રહ્યો છે. જરૂર છે માત્ર આપણે સન્મુખ બનીએ તેની.
કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૨૧૫