________________
ઉત્તર ઃ કોનો વેગ વધુ છે? એનો નિર્ણય પ્રભુ સિવાય કોણ કરશે ?
અમે આચાર્ય, તમે શ્રાવક, એનો અર્થ એ નથી કે અમે જ મોક્ષે જલ્દી પહોંચી જઈએ. હેમચન્દ્રસૂરિ આચાર્ય હોવા છતાં, કુમારપાળ તેમનાથી પહેલા મોક્ષે જશે.
ધર્મનાથ ભગવાનની સભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો : સૌથી પ્રથમ મોક્ષે કોણ જશે ? ભગવાને કહ્યું : ઉંદર !
કેટલાય કેવળીઓ, આચાર્યો, ઉપાધ્યાયો વગેરે બેઠા હોવા છતાં પ્રથમ મોક્ષગામીનું પદ ઉંદર મેળવી ગયો.
કોણ પહેલા મોક્ષમાં જશે ? કોની સાધના વેગવાળી છે ? તેનો નિર્ણય પ્રભુના કેવળજ્ઞાનમાં હોય તે જ સાચો !
મોક્ષમાર્ગમાં વેગ વધારવાની વાત જવા દઇએ. સૌ પ્રથમ આપણે એ વિચારવાનું છે કે મોક્ષ-માર્ગમાં પ્રવેશ તો થઈ ગયો છે ને ? પ્રવેશ જ ન થયો હોય તો વેગ શી રીતે આવે ? ખોટે માર્ગે હોઈએ ને વેગ વધી જાય તો પણ શો ફાયદો ?
માર્ગે ચાલતા હોઇએ ને ફરી-ફરીને એ જ માઇલ સ્ટોન આવતા હોય તો ? તો સમજવું કે કાં આપણે ખોટા છીએ ? કાં માર્ગમાં કાંઈક ગરબડ છે ! એમ અહીં પણ સમજવું.
* પ્રભુનો સ્વભાવ છે : સેવકના દુઃખ દૂર કરવાનો ! ચંદન ઠંડક આપે. અગ્નિ ગરમી આપે.
પુદ્ગલોમાં પણ આવી શક્તિ હોય તો ભગવાનમાં શક્તિ ન હોય એ બને જ શી રીતે ? “ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે ;
સેવકના તિમ દુઃખ ગમાવે, પ્રભુ-ગુણ પ્રેમ સ્વભાવે.” | * પૂર્ણ ગુણવાળા ભગવાન પણ જે અભિમાન ન કરતા હોય તો આપણા જેવા અપૂર્ણને તો અભિમાન કરવાનો અધિકાર જ ક્યાં છે ? ભલે આપણને કોઈ ગમે તેવા વિશેષણોથી નવાજે, છાપામાં ફોટો આપે કે ગમે તે કરે, પણ આપણી વાસ્તવિક્તામાં તેથી કેટલો
૨૧૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ